Abtak Media Google News

એસ.ઓ.જી. દ્વારા મહિલાની રીમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ શહેરમાં ગાંજા નસીલા દ્રવ્યોના વેપલામાં  વધુ એક મહિલાની સંડોવણી ખુલી છે. ગોંડલ રોડ  પર ગુલાબનગર ફાટક નજીક ક્રિષ્ના ઇન્ડ. નજીકના ઝુંપડામાં રહેતી મહીલા જેનુ સાજીદ સૈયદ (ઉ.વ.૪૪) ને એસ.ઓ.જી.એ ૬૬૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથ પકડી પાડી છે. આ અંગેની પોલીસમાં પ્રાપ્ત વિગત મુજબ મહીલા ઝુંપડામાં ગાંજાનો વેપાર કરતી હોવાની માહીતીના આધારે જમાદાર મોહિતસિંહ જાડેજા તથથા ગીરીરાજસિંહને માહીતી મળતા પી.આઇ. આર. વાય. રાવલ સહીતના સ્ટાફે દરોડો પાડી ઝુંપડામાં મહીલાના કબજામાંથી રૂ ૩૯૬૦ કિંમતનો ગાંજો મળી આવતા કબજે લેવાયો હતો.

Advertisement

7537D2F3 13

ઇન્ડ. એરીયામાં રહેતા પરપ્રાંતિયો તેમજ શ્રમિકો ગાંજાનું સેવન કરતા હોય મહિલા શ્રમિકોને નાની પકીકીઓ બનાવીને ગાંજો વેચતી હોવાની પોલીસને આશંકા છે ગાંજો કયાંથી લાવી કેટલા સમયથી વેપાર કરે છે સહીતના મુદ્દે મહિલાની રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.