શ્રી પરાગકુમારજીની વૈષ્ણવ સમાજને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ની અપીલ

ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયશ્રીની આજ્ઞા અનુસાર આ મહામારી કોરોના વાયરસના લોકડાઉન ૨ને ધ્યાનમાં રાખીને ભારતના જુદાજુદા રાજયોનાં શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા જરૂરીયાતમંદ લોકોને હજારોની સંખ્યામાં અનાજની કીટો તેમજ ભોજનનું વિતરણ કરીને શ્રીમહાપ્રભુજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

IMG 20200420 WA0101

તેમજ ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયશ્રી વૈષ્ણવ સમાજ તથા સનાતન ધર્મ પ્રેમી જનતાને આહવાન કરે છે કે ઘરમા રહો. સુરક્ષીત રહો અને પ્રભુના નામનું સ્મરણ કરી તમારી આધ્યાત્મિક ઉર્જાને વધારી આ કોરોના નામની મહામારી સામે લડત આપો અને તમારા માનવ ધર્મને ધ્યાનમાં રાખીને આજુબાજુમાં રહેતા જરૂરીયાત મંદ લોકોને મદદ કરો તથા આવિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રને સહયોગ કરવા અનુરોધ છે. રાજકોટમાં આ સંસ્થા દ્વારા છેલ્લા એક માસથી ગરીબ જરૂરીયાત મંદોને રાશનકિટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટ સંસ્થાના કાર્યકરો દ્વારા શહેરની ભાગોળે આવેલા વિસ્તારોમાં ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.