Abtak Media Google News

ઓનલાઈન સ્પર્ધામાં દેશ-વિદેશના ૫૭૮ કલાકારોએ ભાગ લીધો

કોરોના વાયરસ વિષયે ગીર વેલી  આર્ટીસ્ટ વિલેજ આકોલવાડી-ગીર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઇ

કોરોના વાયરસ વિષયે ગીરવેલી આર્ટીસ્ટ વિલેજ, આંકોલવાડી-ગીર દ્વારા ઇન્ટરનેશનલ ઓનલાઇન આર્ટ કોમ્પિટીશન યોજાઇ હતી.  જેમાં દેશ વિદેશના ૫૭૮ કલાકારોએ અદ્ભુતપેઇન્ટીંગ કરી અનોખો  સંદેશો આપ્યો હતો. વિશ્ર્વ જયારે નોવેલ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયેલ છે. સેંકડો દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે તેવા મહામારીના સમયમાં કલાકારોનો જુસ્સો જાળવી રાખવા, તેનું સર્જન આ કપરાં સમયમાં પણ જળવાઇ રહે તે હેતુથી ‘ગીર વેલી આટીર્ર્સ્ટ વિલેજ, આકોલવાડી ગીર’ દ્વારા કોવિડ ૧૯ વિષય આધારિત ‘ઇન્ટરનેશનલ ઓનલાઇન માટે કોમ્પીટીશન સામાજીક અંતર દ્વારા શૂન્યથી કોઇપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકે તે રીતે કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિશ્ર્વના સાત દેશો જેવાકે કેનેડા, યુકે, ફ્રાન્સ, યુક્રેઇન, યુએઇ, મોન્ટેનેગ્રો, ઇરાન, ઇજીપ્ત, ઇઝરાઇલ તેમજ ભારતના ૨૧ રાજયોના ૫૭૮ નામી અનામી કલાકારો, કલા અભ્યાસુઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કલાકારોએ પોતાની અભિવ્યક્તિ પેઇન્ટિંગ, ડ્રોઇંગ, કાર્ટુન, પોસ્ટર, ડિઝીટલ, સ્કલ્પચર, રંગોળી દ્વારા કરી હતી. જુદા જુદા શહેરો દેશોમાં રહેતાં નામી કલાકારોને નિર્ણાયક તરીકેની જવાબદારી સોંપી હતી જેઓએ સ્પર્ધકોને ચાર વિભાગમાં વહેંચી ૧૨૫ બેસ્ટ એન્ટ્રી અને ૧૪૩ સિલેકટેડ એન્ટ્રી એમ બે ભાગમાં કલાકૃતિની યાદી બનાવી હતી.

Img 20200420 Wa0009

૧૧ સ્થાપિત વરિષ્ઠ કલાકારોને આમંત્રણ આપવામાં આવેલ આમ સ્પર્ધાના અંતે કુલ ૨૭૯ કલાકારોની પસંદગી થતાં તેઓને ઇ-સટીફીકેટ મોલવવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન ગુજરાત કલા-ગૌરવ પુરસ્કૃત શિલ્પકાર કૃષ્ણ પડિયા અને જાણીતા ચિત્રકાર ઉમેશ કયાડા દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.