Abtak Media Google News

કોરોના મહામારી સંદર્ભમાં તા. ૩૧ મેના લોકડાઉન-૪નો તબક્કો પૂર્ણ થયા પછી લોકડાઉન-૫માં સરકારના અનેક વધુ છૂટછાટો જાહેર કરવામાં આવે છે. જેમાં સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી તમામ દુકાનો-ધંધા-રોજગાર ચાલુ રાખવાની છૂટ મળી છે. આ ઉપરાંત ઓડ-ઈવન નંબરની વ્યવસ્થા રદ કરી દેવામાં આવતા તમામ દુકાનો ખુલી ગઈ હતી. જામનગર શહેરમાં આજે સવારથી જ તમામ માર્ગો પર લોકોની ભીડ, વાહનોની ભારે અવરજવર જોવા મળી હતી. જામનગરમાં અત્યાર સુધીમાં મોટાભાગના અથવા તમામ કેસમાં બહારથી સંક્રમીત થઈને આવેલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તેમ છતાં લોકડાઉનમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનીટાઈઝરનો ઉપયોગ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને આમજનતા, ફેરીયાઓ, વેપારીઓ, રિક્ષાચાલકો સૌ સ્વયંભૂ પાલન કરે તેવી અપીલ જિલ્લા તંત્રએ કરી છે.

અનલોક-૧ના પ્રારંભે એસ.ટી. બસનો પણ વ્યાપ વધારાયો

સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી આ બસ સેવા લોકોને મળશે. આ માટે નીતિ-નિયમની અમલવારી કરવાની રહેશે. આજથી અનલોક-૧ નો પ્રારંભ થતા જ અનેકવિધ સેવાઓ શરૃ થવા પામી છે. એસ.ટી. બસ સેવાના વધારાના રૃટ પણ આજથી શરૃ કરી દેવામાં આવ્યા છે. એસ.ટી. વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદ, સુરત, વડોદરાની બસ સેવા પણ શરૃ કરી દેવામાં આવી છે. જો કે, તેમાં અમુક નિયમોનો અમલ કરવો ફરજિયાત છે. ખાસ કરીને ડેપો અને પોઈન્ટ ઉપરથી મુસાફરોને બેસાડવામાં આવશે. ગામડાના પાટિયે કે રસ્તામાં બસમાં મુસાફરોને બેસાડવામાં આવશે નહીં. સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી જ બસનું સંચાલન થશે. મુસાફરોએ સોશ્યલ ડીસ્ટન્સનું અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનું રહેશે. આમ જામનગરના એસ.ટી. બસ ડેપોમાં આજે મુસાફરોની વધુ ગીર્દી જોવા મળી હતી. આમ ધીમે ધીમે જનજીવન થાળે પડતું જોવા મળે છે.

સિટી બસ સેવા શરૂ

લાંબા સમયથી ’બંધ’ હાલતમાં રહેલા લોકોને આજથી વધુ છૂટછાટ મળી છે. અનલોક-૧ ના પ્રારંભથી સમગ્ર હાલારમાં આજથી જનજીવન થાળે પડતું જોવા મળ્યું છે. આજથી હાલારમાં મહત્તમ કામ-ધંધા-દુકાનો વધુ સમય માટે ખુલ્યા છે. તો શહેરમાં સિટી બસ સેવા પણ શરૃ થશે, તો આજથી આધાર કાર્ડ સહિતની કામગીરીનો પણ જામનગરમાં પ્રારંભ થયો છે, જો કે ધાર્મિક સ્થળો અઠવાડિયા પછી ખુલનાર છે.

અનલોક-૧ આજથી શરૃ થયું છે. આજથી સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો, વેપાર-ધંધા ખુલ્લા રાખી શકશે. આ માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જરૃરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

જેમાં મેડિકલ સેવા માટે ર૪ કલાકની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ચા-પાણી, પાન-મસાલાની દુકાનો પણ સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખવા પરવાનગી આપવામાં આવી છે. તેમાં પણ પાનની દુકાન ઊભા રહેવાની છૂટ આપવામાં આવી નથી. આ ઉપરાંત આજથી તમામ ખાનગી, સરકારી ઓફિસો પણ ખુલી છે.

સરકારની તમામ કચેરી આજથી રાબેતામુજબ પૂરતા સ્ટાફ સાથે કામગીરીનો પ્રારંભ થયો છે. જામનગરમાં આધાર કાર્ડની બંધ કામગીરી શરૃ થઈ છે. તો આવતીકાલથી સિટી બસ સેવા સોશ્યલ ડિસ્ટન્સ સાથે શરૃ કરવામાં આવનાર છે. જો કે, હજુ શાળા-કોલેજો, કોચીંગ ક્લાસ, શોપીંગ મોલ, સિનેમાહોલ, નાટ્યગૃહો હજુ બંધ છે. તેમને આગામી સોમવારના ૮ જૂનથી ખોલવામાં આવનાર છે, જો કે તેમાં અમુક નીતિ-નિયમો પાળવા ફરજિયાત રહેશે. ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત છે. સાંજે ૯ થી સવારે પાંચ વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. શેરીના ફેરિયા, રસ્ટોરન્ટને પણ આગામી ૮ જૂનથી શરૃ કરવા મંજુરી આપવામાં આવી છે. ત્યાં પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. આમ અનલોક-૧ ના પ્રારભંથી જનજીવન થાળે પડતું જાય છે. દ્વારકાધીશ મંદિર બંધ હોવાથી આજબાજુના ધંધાર્થીઓ પણ હાલ મુસીબતમાં છે. હવે આગામી ૬ જૂનથી મંદિર ખુલવા પામનાર હોવાથી ધંધાર્થીઓને પણ રાહત મળશે.  એકંદરે હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.