૧૩મી જુલાઈ સુધીમાં તમામ ૧૮ વોર્ડને આવરી લેવાશે

ચોમાસાની સીઝનમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી સોમવારથી શહેરમાં વન-ડે, થ્રી વોર્ડ સફાઈ અને આરોગ્ય ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ અને સેનીટેશન સમિતિનાં ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયાએ જણાવ્યું છે.

આગામી ૬થી જુલાઈનાં રોજ વોર્ડ નં.૧, ૨ અને ૪, ૭મી જુલાઈનાં રોજ વોર્ડ નં.૩, ૫ અને ૮, ૮મી જુલાઈએ વોર્ડ નં.૬, ૭ અને ૯, ૯મી જુલાઈએ વોર્ડ નં.૧૦, ૧૧, ૧૫, ૧૦મી જુલાઈએ વોર્ડ નં.૧૧, ૧૪ અને ૧૬ જયારે ૧૩મી જુલાઈનાં રોજ વોર્ડ નં.૧૨, ૧૭ અને ૧૮માં આરોગ્ય તથા સફાઈલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરાશે. મીની ટીપર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરો હટાવવામાં આવશે. ન્યુસન્સ પોઈન્ટની સાથો સાથ વોંકળાની પણ સફાઈ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.