Abtak Media Google News

કેરળ હાઈકોર્ટનો શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય

વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસની ખેવના સાથે પોતાનું શિક્ષણ નામાંકિત અને શ્રેષ્ઠ સંસ્થાઓમાંથી લેતા હોય છે ત્યારે બીજી તરફ ઉચ્ચ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓનાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે તેઓએ બેંક પાસેથી એજયુકેશન લોન પણ લેવી પડતી હોય છે પરંતુ ઘણાખરા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીનાં પરીવાર અથવા તો તેમના માતા-પિતાનું ક્રેડિટ સ્કોર નબળો હોવાનાં કારણે તેઓને લોન મળી શકતી નથી અને તેઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત પણ રહી જતા હોય છે. આ મુદાને ધ્યાને લઈ કેરેલા હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે કે, કોઈ પરીવાર અથવા તો વિદ્યાર્થીનાં માતા-પિતાનાં ક્રેડિટ સ્કોરથી તેઓને શિક્ષણ લોનને લઈ કોઈ સ્નાન સુતક નથી.

લોન લેનાર વ્યકિત જયારે તેના નિયમિત હપ્તા ભરવામાં અસક્ષમ પુરવાર થાય તો બેંક તેઓને અન્ય કોઈ લોન આપતી નથી હોતી ત્યારે કોર્ટનાં જજમેન્ટ અનુસાર હપ્તા ભરવામાં પહોંચી ન શકેલા લોકોનો ક્રેડિટ સ્કોર નેગેટીવ થતો જોવા મળે છે પરંતુ એજયુકેશન લોનમાં આ પ્રકારનાં નિર્ણયોને પર થઈ બેંકોએ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે વિચાર કરવો જોઈએ અને તેઓને જરૂરીયાત મુજબની લોન પણ આપવી જોઈએ. ઘણાખરા વિદ્યાર્થીઓનાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે તેઓની ચાલતી લોનનાં હપ્તા ભરવામાં પણ તેઓ અસફળ રહેતા હોય છે જયારે તેઓને બીજી લોન મેળવવામાં ઘણી તકલીફનો સામનો પણ કરવો પડે છે જેમાં તેમનાં ક્રેડિટ સ્કોર તેઓ લોન આપવી કે ન આપવી તે માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કોર્ટનાં જજમેન્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારે નેગેટીવ ક્રેડિટ સ્કોરને ધ્યાને ન લઈ બેંકે અન્ય મુદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી જરૂરીયાતમંદ લોકોને એજયુકેશનલ લોન આપવી જોઈએ. વાલીઓ દ્વારા ચાલતી અન્ય લોનની યોગ્ય ભરપાઈ ન થતા ઘણીખરી વખત તેઓને ડિફોલ્ટ પણ કરી દેવામાં આવે છે જેના કારણોસર તેઓને અન્ય કોઈપણ પ્રકારની લોન મળી શકતી નથી જે પરીણામરૂપે વિદ્યાર્થીઓનાં અભ્યાસ ઉપર માઠી અસર સર્જે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.