Abtak Media Google News

હૈદ્રાબાદે પંજાબને ૬૯ રને હરાવ્યું; ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની ૧૬૦ રનની ભાગીદારી

સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબ સામે દુબઈ ખાતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૧ રન કર્યા છે. ઓપનર્સ ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે ૧૫.૧ ઓવરમાં ૧૬૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. બેરસ્ટો ૩ રન માટે સદી ચુક્યો હતો, જ્યારે વોર્નરે ૫૨ રન કર્યા હતા. પંજાબ માટે રવિ બિશ્નોઇએ ૩ વિકેટ, અર્શદીપ સિંહે ૨ વિકેટ અને મોહમ્મદ શમીએ ૧ વિકેટ લીધી.

આઇપીએલની૧૩મી સીઝન જામી છે ત્યારે ગઈ કાલે સીઝનની સીઝનની ૨૨મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને ૬૯ રને હરાવ્યું હતું. ૬૯ રનની લીડથી પંજાબ સામે હૈદરાબાદની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ગયા વર્ષે હૈદરાબાદે પંજાબને ૪૫ રને હરાવ્યું હતું. દુબઈ ખાતે  રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ૨૦૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૬.૫ ઓવરમાં ૧૩૨ રનમાં ઓલઆઉટ થયું હતું. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. જોની બેરસ્ટોએ ૯૭ રન બનાવ્યા. જ્યારે રાશિદ ખાને ૩ વિકેટ લીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબ સામે દુબઈ ખાતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૧ રન કર્યા હતા. ઓપનર્સ ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે ૧૫.૧ ઓવરમાં ૧૬૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જ્યારે બેરસ્ટો ૩ રન માટે સદી ચુકી ગયો હતો. જ્યારે વોર્નરે ૫૨ રન કર્યા હતા. પંજાબ માટે રવિ બિશ્નોઇએ ૩ વિકેટ, અર્શદીપ સિંહે ૨ વિકેટ અને મોહમ્મદ શમીએ ૧ વિકેટ લીધી. નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરતા ૧૭ બોલમાં પોતાના આઇપીએલ કરિયરની મેડન ફિફટી મારી હતી. જે ચાલુ સીઝનની ફાસ્ટેસ્ટ ફિફટી છે. અગાઉ રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસને આ સીઝનમાં ૧૯ બોલમાં ચેન્નાઈ સામે ફિફટી મારી હતી. પૂરને ૩૭ બોલની ઇનિંગ્સ દરમિયાન ૫ ફોર અને ૭ સિક્સની મદદથી ૭૭ રન કર્યા હતા. રાહુલે ૧૬ બોલમાં ૧૧ રન કર્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલ ૭ રને પ્રિયમ ગર્ગ દ્વારા રનઆઉટ થયો હતો. ડેવિડ વોર્નરે  ૪૦ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સની મદદથી ૫૨ રન કર્યા હતા. આ વોર્નરની આઈપીએલમાં ૪૬મી ફિફટી અને કુલ ૫૦મી વખત ૫૦+ રનનો સ્કોર હતો. જોની બેરસ્ટોએ વોર્નર કરતા વધુ આક્રમક બેટિંગ કરતા ૫૫ બોલમાં ૭ ફોર અને ૬ સિક્સની મદદથી ૯૭ રન કર્યા હતા.

આઈપીએલમાં સૌથી વધુ વખત ૫૦ કરતા વધુ રન કરનાર ખેલાડિઓ ની જો વાત કરવામાં આવે તો વોર્નરે ૫૦ વખત ફિફ્ટીથી વધુ રન કર્યા છે. જ્યારે કોહલીએ ૪૨ વખત તેમજ રૈના અને રોહીતે ૩૯ વખત ૫૦ થી વધુ રન કર્યા છે. ત્યારે ૧૦૦ રનથી વધુની પાર્ટનરશિપમાં કોહલી અને ડિવિલિયર્સ એ ૯ વખત જ્યારે કોહલી અને ગેલની ૯ વખત પાર્ટનર શિપ રહી છે. વોર્નર અને ધવનની ૬ વખત પાર્ટનર શિપ રહી છે. તેમજ ગંભીર અને ઉથથપા એ ૫ વખત અને વોર્નર-બેરસ્ટો એ ૫ વખત ૧૦૦ થી વધુ રન ની પાર્ટનર શિપ કરી છે.

કેપ્ટન ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોએ હૈદરાબાદને શાનદાર શરૂઆત અપાવી, બંનેએ પાવરપ્લેમાં ૫૮ રન જોડ્યા. આ સીઝનમાં આ પાવરપ્લેમાં હૈદરાબાદનો સૌથી મોટો સ્કોર છે. આ સાથે જ બંનેની જોડીએ ૧૬ ઇનિંગ્સમાં ૧ હજાર રનની પાર્ટનરશિપ પૂરી કરી. બંનેએ ૪ સેન્ચુરી અને ૫ ફિફટીની પાર્ટનરશિપ કરી છે. પંજાબ સામેની મેચમાં હૈદરાબાદના ખેલાડીઓ બ્લેક આર્મ બેન્ડ પહેરીને મેદાનમાં ઉતર્યા છે. અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ તરકઈના સન્માનમાં સનરાઇઝર્સના ખેલાડીઓએ આવું કર્યું છે. રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયા બાદ ૨૯ વર્ષીય નજીબનું ૬ ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં નિધન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.