Abtak Media Google News

ફિનિક્સ પક્ષીની માફક ચેન્નઈ રાખમાંથી બેઠું થયું; ૩ મેચની હાર બાદ ચોથી મેચમાં રાજા જેવી જીત મેળવી

હંમેશા આઇપીએલ ટુર્નામેન્ટમાં સ્કોર બોર્ડ પર અગ્રેસર રહેનાર ચેન્નાઇ સુપર કિંગ આ સીઝનમાં પાછળ રહી હતી. અત્યાર સુધીમાં ૧૮ મેચો રમાઈ ચુકી છે. જેમાં અત્યાર સુધી ચેન્નાઇ ૪ મેચ માંથી ૩ મેચ એક પછી એક મેચ હારી રહ્યું હતું. ત્યારે ગઈકાલે પંજાબ સામેની મેચમાં ચેન્નાઇએ જીત મેળવી સિઝનની પ્રથમ મેચ હાંસલ કરી હતી. અત્યાર સુધી હરતું ચેન્નઈ હોવીની મેચો જીતીને તેમની પરંપરા પ્રમાણે સ્કોરબોર્ડ માં ફરીથી પોતાનું સ્થાન ઉપર મેળવવા મથશે. મેચ શરૂ થઈ ત્યાર થીજ ચેન્નાઇ જીત મેળવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. પંજાબ પહેલ બેટિંગ માટે ઉતર્યું હતું. ત્યારે દુબઈના નાના મેદાનમાં ૨૦૦ રન બનાવવા સહેલા હતા. ત્યારે ચેન્નાઇએ બોલિંગ અને ફિલ્ડિંગમાં મજબૂત રાખીને પંજાબને ૧૭૮ રન પરજ અટકાવી દીધા હતા. સ્કોર બોર્ડમાં પાછળ રહેલ ચેન્નઈ હાવીની ૧૦ મેચો માની ૭ મેચી જીતીને ફરીથી ટોપ પર પહોચવા તનતોડ મહેનત કરશે. ૩ મેચથી હરનાર ચેન્નાઈ ફિલિન્સ પક્ષીની જેમ રાખ માંથી બેઠું થાય તેમ બેઠું થયું હતું.

આઈપીએલ ૨૦૨૦ની ૧૮મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને દુબઈ ખાતે ૧૦ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૮ રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈએ ૧૭.૪ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સીઝનમાં પહેલીવાર કોઈ ટીમ દુબઈમાં રન ચેઝ કરતા મેચ જીતી મેળવી છે. આ પહેલા  રમાયેલી સાતેય મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ મેચ જીતી હતી. મેચમાં ચેન્નાઈના ઓપનર શેન વોટ્સને ૮૩ રન અને ફાફ ડુ પ્લેસીએ ૮૭ રન કરી  ૧૮૧ રનની ભાગીદારી કરી હતી.

આઇપીએલમાં ૧૨મી વખત કોઈ ટીમે રનચેઝ દરમિયાન ૧૦ વિકેટે મેચ જીતી છે. જયારે ચેન્નાઈએ આવું બીજીવાર કર્યું છે. આ પહેલા પણ તેમણે પંજાબને જ ૨૦૧૩માં મોહાલી ખાતે ૧૦ વિકેટે માત આપી હતી. વોટ્સન અને ડુ પ્લેસીસે અનુક્રમે પોતાના આઇપીએલ કરિયરની ૨૦મી અને ૧૫મી ફિફટી મારી. વોટ્સન અને ડુ પ્લેસીસે લીગમાં ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પહેલા ૨૦૧૧માં મુરલી વિજય અને માઈક હસીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ૧૫૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. વોટ્સન અને ડુ પ્લેસીસની જોડીએ લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિરાટ કોહલી અને ક્રિસ ગેલના નામે હતો. તેમણે ૨૦૧૬માં પંજાબ વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે પ્રથમ વિકેટ માટે ૧૪૭ રન કર્યા હતા.

આઈપીએલની આ વખતની સીઝનમાં બીજીવાર કોઈ ટીમની ઓપનિંગ જોડીએ પહેલી વાર પ્રથમ વિકેટ માટે ૧૦૦ થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ પહેલા પંજાબના મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહ ખાતે ૧૮૩ રનની ભાગીદારી કરી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દુબઈ ખાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૮ રન કર્યા હતા. તેમના માટે કપ્તાન લોકેશ રાહુલે સર્વાધિક ૬૩ રન કર્યા. ચેન્નાઈ માટે શાર્દુલ ઠાકુરે ૨, જ્યારે રવિન્દ્ર જાડેજા અને પિયુષ ચાવલાએ ૧-૧ વિકેટ લીધી હતી. એમએસ ધોનીએ ટૂર્નામેન્ટમાં કીપર તરીકે ૧૦૦ કેચ પૂરા કર્યા છે. પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે આઇપીએલમાં પોતાની ૧૮મી ફિફટી ફટકારતા ૫૨ બોલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૬૩ રન કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલ પિયુષ ચાવલાની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સેમ કરનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૯ બોલમાં ૩ ફોરની મદદથી ૨૬ રન કર્યા હતા. તે પછી મંદીપ સિંહ ૨૭ રને જાડેજાની બોલિંગમાં રાયુડુ દ્વારા કેચ આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈ માટે ૧૬ બોલમાં ૨૭ રન માર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.