Abtak Media Google News

રાષ્ટ્રપતિએ પ્રદીપ ખીમાણી સહિત ત્રણની નાણા સમિતિમાં નિમણૂંંક કરી

ગિરનાર યાત્રાધામ વિકાસમંડળમાં ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે

ખીમાણી જૂનાગઢ મહાપાલિકામાં કારોબારી ચેરમેનપદે સેવા આપી ચૂકયા છે

ચેન્નઈની ઈન્ડિયન મેરીટાઈમ ઈન્સ્ટીટયુટની નાણાંકીય સમિતિમાં જૂનાગઢના જાણીતા શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણીની નિમણુંક થઈ છે. તેમની નિમનણુંકને શિક્ષણ જગતે આવકારી આનંદ વ્યકત કર્યો હતો.

ચેન્નઈમાં આવેલા ઈન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટી આવેલી છે. મેરીટાઈમ યુનિ.ની શિક્ષણ સમિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે યુનિ.ના મલાકાતી અને પોતાના હોદાની રૂએ યુનિ.ની નાણા સમિતિમાં ત્રણ સભ્યોની નિમણુંક છે. આ ત્રણ સભ્યોમાં જૂનાગઢ શિક્ષણ વિદ પ્રદીપભાઈ ખીમાણી ઉપરાંત ઈએમપુના ઈન્ચાર્જ જોઈન્ટ સેક્રેટરી તથા નિવૃત આઈએએસ અધિકારી શંભુસિંઘની નિમણુંક કરી છે.

અત્રે એ યાદ આપીએ યુનિ.ની નાણાંકીય સમિતિ યુનિ.ના નાણાંકીય વહીવટનું ધ્યાન રાખે છે. ઉપરાંત વિવિધ વિકાસ કામો, નવા આયોજન અંગેનાં ખર્ચ વગેરેનું ધ્યાન રાખે છે.

પ્રદીપભાઈ શિક્ષણ જગત સાથે વિવિધ સામાજીક સંસ્થાઓ સાથષ સંકળાયેલા પ્રતિષ્ઠિત અગ્રણી છે.

તેઓ હાલમાં ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળ જૂનાગઢના ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢની જીએમઈઆરએસ મેડીકલ કોલેજનાં સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે.

તેમણે ક્ધયાકુમારી વિવેકાનંદ કેન્દ્રના સભ્ય તરીકે ૧૯૯૨ થી ૧૯૯૩ દરમિયાન સેવા આપી હતી.

તેમણે અગાઉ ગુજરાત પ્રવાસન નિગમ, જૂનાગઢ મહાપાલિકામાં શાસક પક્ષના નેતા, મ્યુ. કોર્પોરેશનની કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂકયા છે.

તેમની આ નિમણુંક તા.૯-૯-૨૦ થી થઈ છે. અને તેમના આ હોદાની મુદત ત્રણ વર્ષ સુધીની છે. ઉલ્લેખનીય છેકે, જુનાગઢના શિક્ષણશાસ્ત્રી પ્રદીપ ખીમાણીની મહત્વના પદ પર નિમણૂંક થતાં તેઓને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે તેઓ એ સૌરાષ્ટ્રનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે આવનાર સમયમાં પણ તેઓ આવી જ રીતે સૌરાષ્ટ્રને ગર્વ અપાવતા રહે તેવી શુભકામનાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.