Abtak Media Google News

ઉત્પાદક આધારિત પ્રોત્સાહનો અર્થતંત્રમાં ચાંદી ચાંદી કરી દેશે!!

ભારતને ઉત્પાદન ક્ષેત્રનું “વૈશ્વિક હબ” બનાવવા પ્રોડકશન લીંકડ ઈન્સેન્ટિવ સ્કિમ મોટી મદદરૂપ સાબિત થશે

હવે, રિઝર્વેશન કે સબસીડીથી નહિં પણ ઉત્પાદન આધારિત સીધા પ્રોત્સાહનોથી ઘરેલું ઉત્પાદકોને વધુ મજબૂત બનાવાશે

નિકાસ વધારી વિદેશી હુંડિયામણ રળવાનોે માર્ગ મોકળો બનશે

કોરોના મહામારીને કારણે આર્થિક, સામાજીક, માનસીક એમ તમામ ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. વિશ્વભરનાં તમામ દેશોને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. ભારત પણ આ પરિસ્થિતિમાંથી બાકાત નથી ત્યારે આ વૈશ્વિક મહામારીમાંથી ઉગરી અર્થતંત્રની ગાડીને પૂરપાટ ઝડપે દોડાવવા ગત માર્ચ માસમાં કેન્દ્ર સરકારે અતિ મહત્વની ગણાતી એવી પ્રોડકશન લીંન્કડ ઈન્સેન્ટીવ સ્કિમ એટલે કે ઉત્પાદન આધારિત પ્રોત્સાહનો આપવાની યોજના લોન્ચ કરી હતી. જે અંતર્ગત જેટલુ ઉત્પાદન તેટલુ સામે સરકારી પ્રોત્સાહનરૂપી ‘બળ’ મળશે. એટલે કે સરકાર ઉત્પાદક કંપનીઓને રોકડ પ્રોત્સાહનોથી નવાજશે. સરકારની આ યોજનાથી અર્થતંત્રમાં ‘ચાંદી હી ચાંદી’ થઈ જશે. વિષ્લેષકોનાં મતે, આ યોજનાથી અર્થતંત્રને આગામી પાંચ વર્ષમાં રૂ.૩૮ લાખ કરોડનો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સરકાર ઉત્પાદકોને લોનમાં સબસીડી કે કાચામાલની આયાત-નિકાસમાં ટેકસદરમાં રાહતો આપી પ્રોત્સાહનો આપતી પરંતુ આ સરકારી પ્રોત્સહનો સમુહ અને પરોક્ષ રીતે મળતા તેની અસરકારકતા દેખાતી ન હતી જેમ અનામતનાં લાભોથી સમાજકે સમાજનો માનવી સક્ષમ બનવાની જગ્યાએ નબળો પડે છે અને પોતાની સક્ષમતા આડે ‘પડદો’ ચવાઈ જાય તેમ આગળ ધપવા માટે પ્રયત્નો નથી કરતો સબસીડી અને કર રાહતોથી પણ કંઈક આવું જ ઉત્પાદન ક્ષેત્રે બનતું પરંતુ હવે, જેટલુ ઉત્પાદન કરશો એટલી સરકાર સામે રોકડ રાહત આપશે આનાથી ઘરેલું ઉત્પાદકો વચ્ચે હરિફાઈ જામશે અને વધુ સરકારી પ્રેરકબળ મેળવવા આગળ આવશે. જેનાથી ઉત્પાદન વધશે પરિણામ સ્વરૂપ જીડીપી દરમાં વધારો થતા અર્થતંત્ર વધુ મજબુતાઈથી ઉભરી આવશે.

કુલ ઉત્પાદન કિંમતના ૫ ટકા પ્રોત્સાહન અપાશે

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કિમ અંતર્ગત સરકાર ઉત્પાદકોને કુલ ઉત્પાદન કિંમતનાં ૫ ટકા પ્રોત્સાહન આપશે. આ યોજના અંતર્ગત સરકારે ઓટોમોબાઈલ, નેટવર્કિંગ, ખાદ્ય ચીજ વસ્તુઓ, રસાયણ વિજ્ઞાન, ઈલેકટ્રોનિક ઉપકરણો અને સોલાર પાવર સિસ્ટમ સહિતના મહત્વના દસ ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે. આગામી પાંચ વર્ષમાં સરકાર કુલ ૧.૪૬ લાખ કરોડના પ્રોત્સાહન આપશે.

ભારતમાં ઉત્પાદન માટે વિદેશી કંપનીઓ આકર્ષાશે

ભારત સરકારે આત્મનિર્ભર અભિયાન શરૂ કર્યું જ છે.જેને પ્રત્યક્ષ કે પરોક્ષ પણે આ ઉત્પાદન આધારિત પ્રોત્સાહનોની યોજના મોટો ફાયદો કરાવશે. સરકાર કુલ ઉત્પાદન કિંમતના ૫ ટકા પ્રોત્સાહન આપવાની છે જે માટે પાંચ વર્ષમાં ૧.૪૬ લાખ કરોડ રૂપીયા ફાળવશે. જેનો લાભ લેવા વિદેશી કંપનીઓ પણ ભારતમા ઉત્પાદન કરવા પ્રોત્સાહિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.