Abtak Media Google News

આવતીકાલે ‘ચાલને જીવી લઈએ’માં પ્રજાસત્તાક પર્વ દિને સ્પે. એપિસોડ

લોક સાહિત્યકાર ભાવેશ સોનીના કંઠે રોમેરોમ દેશદાઝથી નિતરતા વીર યોધ્ધાઓની વાતો રજૂ થશે

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિલોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને વધુમાં વધુ લોકો માણે સાથે સાથે ખૂબજ સારા અપ્રચલીત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

આવતીકાલ ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમા ‘પ્રજાસતાકદિન’ પર્વને અનુલક્ષીને દેશભકિતની લોક સાહિત્યની વાતોને વાચા આપણે પ્રસિધ્ધ કલાકાર ભાવેશ સોની કે જેના રોમેરોમના દેશદાજ નિતરતી હોય આવા આપણા વીરજવાનો કે જેણે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય તેવા વીર ભગતસિંહજી, નાગાર્જૂન સિસોદીયા કે જેની વિરતાને વંદન.

કલાકાર સોનીએ સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવ ભારતીય ભૂમિ સેનાના સૈનિક કે જેઓએ કારગીલ યુધ્ધ દરમિયાન ૪ જુલાઈ ૧૯૯૯ના રોજ કાર્યવાહી માટે ભારતનાં સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીરચક્ર વડે સન્માનીત કરવામાં આવ્યા હતા. તેવા વીર યોધ્ધા કે જેમણે ટાયગર હીલ પર ત્રણ બંકરો કબ્જે કરવાનો આદેશ મળ્યો. બંદરો ૧૬૫૦૦ ફૂટની ઉંચાઈ પર બરફાચ્છાદિત શિખરો પર આવેલા હતા. અને યાદવ હુમલાનું નેતૃત્વ કરવા આગળ આવ્યાહતા. તેઓએ પાકિસ્તાની સૈનિકોને મારી નાખી ટુકડી ટાઈગર હીલ કબ્જે કરી હતી.

પોરબંદરની ધરતીનાં અણમોલ રતન સમા અમર શહીદ સેક્ધડ લેફ. નાર્ગાજૂન સીસોદીયાની વિરતાને વતન મોઢવાળાના ગૌરવવંતા ઈતિહાસમાં નાગાર્જૂન સીસોદીયાએ ગૌરવને ચાર ચાંદ લગાવ્યા છે.

ભારતના ઈતિહાસમાં ૨૩ માર્ચ ૧૯૩૧નો દિવસ શહીદ દિવસ તરીકે કેમ ઉજવાયો તે જાણવું હોયતો દેશભકિતથી રંગાયેલા પ્રબળ આત્મ વિશ્ર્વાસુ, દીર્ધદ્રષ્ટિ અને વૈચારિક શકિત ધરાવતા શહીદ વીર ભગતસિંહના ઈતિહાસમાં ડોકીયું કરવું રહ્યું.

દેશના આવા મહાન વીરસપુતોની લોકસાહિત્યની વાતો રજૂ કરશે કલાકાર ભાવેશ સોની તો દેશ ભકિતના રંગે રંગાયેલા દેશભકતોની વાતો સાંભળવા આવતીકાલ ભુલાયનહી ‘ચાલને જીવી લઈએ’

આવતીકાલે પ્રસ્તુત લોકસાહિત્યની વાતો

  • * શહીદ વીર નાગાર્જૂન સીસોદીયા
  • * શહીદ વીર ભગતસિંહ
  • * વીર યોધ્ધા યોગેન્દ્ર યાદવ વગેરે…વગેરે…

પ્રજાસત્તાક દિન

બસો વર્ષથી વધુ અંગ્રેજોની ગુલામી વેઠનાર ભારત દેશને આઝાદી અપાવવામાં દેશના કંઈક વીર બહાદૂર યોધ્ધાઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન -૨૦૨૧ના દિને દેશના આવા શહીદ વીરોની વાતો યાદ કરી ‘અબતક’ ચેનલના ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં દેશભકિતના સ્પે. એપીસોડ દ્વારા દેશના વીર યોધ્ધાઓને લાખ લાખ વંદન…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં. ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.