Abtak Media Google News

રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે. સંતો-મહંતો, વ્યોવૃધ્ધો તેમજ ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ પણ ઉત્સાહ દાખવી લોકશાહીના આ પર્વમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ભાવનગરના કુંભારવાડા મતદાન મથકે બાળકીને જન્મ આપ્યા બાદ તરત જ એક મહિલાએ મતદાન કરી અનોખુ ઉદાહરણ પૂરું પડ્યું છે.

કુંભારવાડા બૂથ પર જ્યારે ભરબપોરે એમ્બ્યુલન્સ આવી પહોંચી ત્યારે ત્યાં ઊભેલા સૌ મતદાતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાંથી તો કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ન હતી. બધા ત્યારે દંગ રહી ગયા જ્યારે 108 એમ્બ્યુલન્સમાંથી 25 વર્ષીય મહિલા વૈશાલીબહેન મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઈને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉતર્યા. વૈશાલી બહેને નગરપાલિકાની સર.ટી હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન મથકે મત આપવા જવાનું પસંદ કર્યું હતું. આ વાત જાણી મતદાન મથકે ઉપસ્થિત સૌ મતદાતાઓએ પ્રસૂતાના આ જુસ્સાને બિરદાવ્યો હતો. આ વાત પરથી એ વાત યોગ્ય ઠરે છે કે, ખરેખર લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે.

Af88E7F4 589F 4Cc5 8D3C Aeccabf85B52

વૈશાલીબહેને મતદાન કર્યા બાદ સૌને અપીલ કરતાં જણાવ્યું છે કે મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ. પ્રસૂતિ બાદ સીધાં જ મતદાન કરવા જવાની મારી ઈચ્છાને સર.ટી. હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ પરિવારજનોએ સહર્ષ સ્વીકારી અને મને મતદાન કરવાની પરવાનગી આપી એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.

F78068Ba 45C6 4D64 A2B0 D8E041145C3A

વૈશાલિબહેન જ્યારે મતદાન મથકમાં મતદાન કરવા ગયા ત્યારે તેમની નવજાત બાળકીને 108 ના તાલીમબદ્ધ સ્ટાફે ખૂબ કુનેહથી સાચવી બાળકની પૂરતી કાળજી લીધી હતી. તેમજ હોસ્પિટલથી મતદાન મથક સુધીની 108 ની ત્વરિત કામગીરીને લીધે આજે આ મતદાન શકય બન્યું હતું. અને વહિવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથકો પર કરવામાં આવેલ કોવિડ-19 અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન પણ આ તકે નિર્ણાયક સાબિત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.