Abtak Media Google News

સાયલા તાલુકાના ઉમાપર ગામના પાટીયા પાસે બાતમીના આધારે પોલીસે રૂા.10.78 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયર સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂા.17.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારૂ થાનના બુટલેગરે મગાવ્યાનું બહાર આવતા તેની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ સાયલા નજીક આવેલા સુદામણા નજીક ઉમાપર ગામના પાટીયા પાસેથી પસાર થતા યુ.પી.23ટી. 9815 નંબરના આઇસરમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી દરોડો પાડયો હતો.

Advertisement

આઇસરમાંઓથી રૂ.10.78 લાખની કિંમતના 2832 બોટલ વિદેશી દારૂ અને 1872 બિયરના ટીન મળી આવતા પોલીસે ટ્રક ચાલક હરિયાણાના વરિન્દ્ર સુખદેવસિંહ ધારીવાલની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, બિયર અને ટ્રક મળી રૂા.17.88 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કહતા દારૂનો જથ્થો થાનના વિજય બહાદુર ધાધલે મગાવ્યાનું અને હરિયાણાના પહેલવાન ચૌધરીએ મોકલ્યાની કબુલાત આપી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.