એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મુંબઈના એક વ્યક્તિ પાસે રીલીઝ થયા પહેલાજ 50 ની નવી નોટ આશ્ચર્યજનક રીતે આવી ગઈ છે અને તેના અહેવાલ પ્રમાણે આ વ્યક્તિનો તેમની પાસે ફોટો છે. મહાત્મા ગાંધીની સીરિઝવાળી નવી 50 ની નોટ સરકાર ટૂક સમયમાં રીલીઝ કરવાની છે તેવી જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી છે. જોકે, તે પહેલા મુંબઈના વ્યક્તિ પાસે રૂપિયા 50 ની નવી નોટ આવી જતાં આશ્ચર્ય ફેલાયું છે. આ નોટમાં RBIના ગવર્નર ઊર્જિત પટેલ ની સહી પણ છે. તેમજ અગાઉ કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે આ નોટ નો બેઝ કલર ફ્લોરોસન્ટ છે. તેમજ આ નોટમાં રથ સાથેની હમ્પીની તસવીરો પણ છે. ગયા મહિને સોશીયલ મીડિયામાં રૂપિયા 50 અને 200ની નવી નોટની તસવીરો વાઇરલ બની હતી.
Trending
- જાપાનની સંસદે શુક્રવારે દેશના સિવિલ કોડમાં મોટો સુધારો પસાર કર્યો
- મામલતદાર અને ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી બાબતે મુખ્યમંત્રીને લેખિત અરજી
- એકવાર ઓઝોન સ્તર અદૃશ્ય થઈ જાય પછી આપણી પૃથ્વીનું શું થશે?
- ગુજરાતની અમુલ્ય ધરોહરની ઝાંખી કરાવતા સંગ્રહાલયો
- ચૂંટણી પંચે મતદાન પુરૂ થયાના 48 કલાકમાં જ આંકડા જાહેર કરી દેવા પડશે
- 1130 મદરેસામાં ભણતરને લઈ ગેરરીતિની ફરિયાદો આવતા તંત્ર હરકતમાં
- સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ
- અંગ દઝાડતી ગરમી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી