Abtak Media Google News

દેશમાં જેટલા પણ ગણેશ મંદિર છે. તેમાંથી મુંબઇ સ્થિત સિધ્ધવિનાયક મંદિર સૌથી વધુ ચર્ચિત છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

– ગણેશોત્સવ દરમિયાન તો અહીં ભક્તોની ભીડનો કોઇ પાર નથી રહેતો નથી માન્યતા છે કે અહીં કોઇ ભક્ત ખાલી હાથ નથી જતાો. લોકોની આ માન્યતાને કારણે જ આ ગણપતિ સિદ્વિ વિનાયકના નામે પ્રસિધ્ધ છે.

Siddhivinayak 2સ્થાપનાનો સમય:

– વર્ષ ૧૮૦૧માં જ્યારે શ્રી લક્ષ્મણ વિઠ્ઠએ અને દિયોભાઇ પાટીલે આ મંદિર બનાવડાવ્યું ત્યારે તેનો આકાર માત્ર ૧૪૦ સ્કવેર ફુટ જેટલો જ હતો. ૧૯૫૨ પહેલા અહી આવનારા ભક્તોની સંખ્યા ઘણી ઓછી હતી. પરંતુ એલફિસ્ટ રોડ પાસે સિયાની રોડ બાંધતી વખતે અહી કામ કરતા મજદુરો ખોદકામ કરતા હનુમાનજીની એક પ્રતિમા મળી આ પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.

પાણીની ટાંકી આપે છે. વિશેષ લાભ :

– ધ્યાન ખેંચે તેવી એક બાબતએ પણ છે. સિદ્વિ વિનાયક મંદિર વિદિશા ભુખંડ નિર્મિત છે. જેમાં દિશાઓ મધ્યમાં નહિં પરંતુ ખુણામાં છે. અહીં ભગવાનનું મુખ પુર્વ દિશા તરફ છે. આ કારણે હોલમાં ભગવાનની મૂર્તિ ત્રાસી હોય તેવુ લાગે છે. મૂર્તિની સામે જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે ત્યાં ઉભા રહીને લોકો દર્શન કરે છે. તેની નીચે જમીનમાં પાણીની ટાંકી છે. આ પ્રકારના બાંધકામને કારણે મંદિરની વાસ્તુનુકળતા વધી ગઇ છે.

આ છે ચમત્કાર

– મંદિરમાં આવવા જવાના અનેક રસ્તા છે. સૌથી મુખ્ય રસ્તો ગર્ભગૃહની પાછળ પશ્ર્ચિમ દિશામાં આવેલો છે. આ દ્વારા વાસ્તુને અનુકુળ ન હોવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે.

– વાસ્તુ શાસ્ત્રી જણાવે છે. કે મંદિરના બાંધકામને જોતા એવુ લાગે છે કે નિર્માણ વાસ્તુને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હશે પરંતુ હકીકતએ છે કે આ ફેરફાર કોઇ આયોજન સાથે નથી કરવામાં આવ્યા. ચમત્કાર તો એ છે કે સિધ્ધિ વિનાયક કૃપાથી મંદિરમાં થયેલા બધા જ ફેરફાર વાસ્તુને અનુકુળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.