Abtak Media Google News

 

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃનથી શરૂઆત થઈ છે. તો સામગ્ર વર્ષ દૃરમ્યાન તેઓના પરમ ભક્ત પૂજ્ય ગુરુદેવરાકેાભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંઘિત કરીએ, જ્યોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદૃ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધનારૂપ જીવનની યશોગાથા.

શ્રીમદૃ્ના જાતિસ્મરણજ્ઞાનના વૃત્તાંત ઉપરી સહજ સૂચિત થાય છે કે શ્રીમદૃ્ પૂર્વજન્મોમાં ઉપાર્જેલ અપૂર્વ જ્ઞાનસંસ્કારોની રત્નમંજૂષા આ જન્મમાં સો લઈને આવ્યા હતા, તેી તેમનામાં જન્મી જ જ્ઞાનના ક્ષયોપશમની પ્રબળતા હતી. સ્મૃતિનું સતેજપણું, હૃદૃયની સરળતા, વાણીની સ્પષ્ટતા, વિચારની નિર્મળતા, સ્વભાવનું ગાંભીર્ય આદિૃ ગુણો તેમનામાં બાળપણી વિકસ્યા હતા. તેમનો અદૃ્ભુત ક્ષયોપશમ ઉત્તરોત્તર ઝડપી આવિર્ભૂત તો ગયો તે તેમના વિદ્યાભ્યાસની ઝડપ ઉપરી સમજી શકાય છે.

શ્રીમદૃ્ પ્રમી જ પ્રતિભાશાળી બાળક હતા. સાત વર્ષની વયે કેળવણી લેવા માટે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. શ્રી રવજીભાઈએ હેડમાસ્તરને વિનંતી કરી કે શાળામાં શિક્ષક શ્રીમદૃ્ને વઢે નહીં, તેી હેડમાસ્તરે શિક્ષક શ્રી લવજીભાઈને શ્રીમદૃ્ને પ્રેમી ભણાવવાની ભલામણ કરી. શ્રી લવજીભાઈએ શ્રીમદૃ્ને પાટીમાં એકી પાંચ સુધીના આંકડા લખી આપ્યા અને તે ઘૂંટી લાવવા કહ્યું. શ્રીમદૃે તરત જ તે લખી આપ્યા. શ્રી લવજીભાઈને યું કે કદૃાચ ઘરે તે શીખવાડયા હોય એટલે આવડતા હોય. પરંતુ પછી શ્રી લવજીભાઈ ૬ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૧૦૦ સુધી જે લખી આપે તે બધું તેઓ પાટીમાં તરત લખી બતાવતા. એકી દૃસના ઘડિયા સુધી શ્રી લવજીભાઈના લખવા પ્રમાણે તેઓ લખી ગયા અને બોલવા પ્રમાણે બોલી ગયા. પછી શ્રી લવજીભાઈએ અગિયારા અને બારાખડી લખી આપી, તે પણ તેમણે તરત જ લખી આપી. આ બધું જોઈ શ્રી લવજીભાઈ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. વળી, ગુજરાતી પહેલી ચોપડીના ૫-૬ પાઠ લખાવ્યા તો તે પ્રમાણે લખી અને બોલી ગયા, તેથી શ્રી લવજીભાઈ વિશેષ નવાઈ પામ્યા અને તેમણે હેડમાસ્તરને વાત કરી. હેડમાસ્તરે શ્રી રવજીભાઈને બોલાવીને પૂછયું કે તેમણે શ્રીમદૃ્ને ઘરમાં કંઈ અભ્યાસ કરાવ્યો હતો? ત્યારે શ્રી રવજીભાઈએ જણાવ્યું કે તેઓ આગલા દિૃવસે જ પાટી અને પેન ખરીદૃીને લાવ્યા હતા. આ ઉપરી શ્રી લવજીભાઈને સમજાયું કે આ કોઈ પૂર્વના જ્ઞાનસંસ્કારવાળો જીવ છે. ચોથા ધોરણની પરીક્ષા લેવા આવનાર મોરબી રાજ્યના શૈક્ષણિક નિરીક્ષક શ્રી પ્રાણલાલભાઈ પણ શ્રીમદૃ્ી અત્યંત પ્રભાવિત યા હતા.

આમ, શ્રીમદૃ્ની અજબ ગ્રહણશક્તિ અને તીવ્ર યાદૃશક્તિના કારણે શિક્ષક પાસે સાંભળવાથી કે એક વાર વાંચવાથી તેમને બધું યાદૃ રહી જતું. તેમની આવી અસાધારણ સ્મરણાક્તિના કારણે તેમને સામાન્ય બાળકોની જેમ ફરી ઘરે વાંચવાની જ‚ર પડતી નહીં. તેમણે માત્ર બે વર્ષ જેટલા ગાળામાં ગુજરાતી સાત ચોપડી જેટલા અભ્યાસને પૂરો કરી લીધો હતો. આ પ્રકારના પોતાના એકપાઠીપણાનો નિર્દૃેશ કરતાં શ્રીમદૃ્ સમુચ્ચયવયચર્યા’માં લખે છે કે ઽ

“સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ ોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદૃી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદૃી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાર્વા કહી જતો. એ ભણીની નિશ્ર્ચિંતતા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.