Abtak Media Google News

અરબપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 57 મિલિયન પાઉન્ડ(લગભગ 592 કરોડ રૂપિયા)માં બ્રિટેનના આઈકોનિક કન્ટ્રી ક્લબ અને લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્કને ખરીદી લીધુ છે. પાછલા 4 વર્ષ રિલાયન્સ 330 કરોડ ડાલરના એક્વિઝિશનની જાહેરાત કરી છે. જેમાં રિટેલ સેક્ટરમાં 14 ટકા, ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ (TMT) સેક્ટરમાં 80 ટકા અને ઉર્જામાં 6 ટકાનો સમાવેશ થાય છે.

Advertisement

ફર્મ દ્વારા અહેવાલ આપ્યો છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL)એ 22 એપ્રિલ, 2021ના ​​રોજ યુનાઇટેડ કિંગડમની સ્થિત કંપની સ્ટોક પાર્ક લિમિટેડની આખી શેર પૂંજીના અધિગ્રહણ 57 મિલિયન ડોલર એટલે કે, 592 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

શું છે ખાસિયત

સ્ટોક પાર્ક લિમિટેડ બર્કિંધમશાયરે સ્ટોક પોજેજમાં સ્પોર્ટિંગ અને લીઝર ફેસિલિટીને ઓન અને મેસેજ કરે છે. સ્ટોક પાર્કમાં લક્ઝરી સ્પા,હોટલ,ગોલ્ફ કોર્સ અને કન્ટ્રી ક્લબ છે. સ્ટોક પાર્ક,બ્રિટેન ના બંકિંધમશાયરમાં 300 એકરમાં ફેલાયેલું છે. સુવિધાઓમાં એક હોટલ, કોન્ફ્રેન્સ,રમત ગમતની સુવિધાઓ અને યૂરોપમાં હાઈ રેટેડ ગોસ્ફ ફોર્સ શામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે, હવે RIIHLની યોજના આ વિરાસત સ્થળ પર રમત-ગમત અને આરામની સુવિધાઓને વધારવાની છે, જે પૂર્ણ રીતે સ્થાનીય નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરીને કરવામાં આવશે. આ અધિગ્રહણથી રિલાન્સને કન્ઝ્યુમર અને હોસ્પિટેલિટી સેક્ટરમાં પોતાની એન્ટી બનાવવામાં મદદ મળશે

ફિલ્મ ઉદ્યોગ સાથે સારા સંબંધો

સ્ટોક પાર્કનો હંમેશા પાઇનવુડ સ્ટુડિયો અને બ્રિટીશ ફિલ્મ ઉદ્યોગ સાથે સારો સંબંધ રહ્યો છે. જેમ્સ બોન્ડની બે ફિલ્મો ગોલ્ડફિંગર (1964) અને ટુમોરો નેવર ડાઇઝ (1997) સ્ટોક પાર્કમાં ફિલ્માવવામાં આવી હતી. પાર્કે તેમની વેબસાઇટ પર જણાવ્યું હતું કે જેમ્સ બોન્ડ (શોન કોનેરી) અને ગોલ્ડફિંગર (ગેર્ટ ફ્રોબ) વચ્ચેનું એપિક ડુઅલ પણ બધી સિનેમાના ઇતિહાસમાં ગોલ્ફની સૌથી પ્રખ્યાત રમત માનવામાં આવે છે. 300 એકરના પાર્કલેન્ડ વચ્ચે જોર્જિયાઈ યુગની હવેલીની સાથે હ્યૂગ ગ્રાન્ટ, રેને જેલ્વેગર અને કોલિન ફર્થ અભિનીત બ્રિગેટ જોન્સની ડાયરી (2001) ની મીની-બ્રેક અને રોઇંગ જેવા દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા.

લાંબા સમયથી વેચવાની હતી યોજના

બ્રિટેનની કિંગ ફેમેલી સ્ટોક પાર્કને પાછલા ઘણા વર્ષોથી વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કિંગ ફેમેલીએ 2018મા આ પ્રોપર્ટીને બજારમાં લાવવા અને તેને વહેચવાની સંભાવના શોધવા માટે CBRE જારી કરી હતી. સ્ટોક પાર્કને કેપેબિલીટી બ્રાઉન અને હમ્ફ્રરી રેપ્ટને ડિજાઈને કરી હતી. તેને 1790 અને 1813ની વચ્ચે જોર્જ થર્ડના આર્કિટેક્ટ જેમ્સ વોટ દ્વારા પ્રાઈવેટ હોમના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારથી આ ફિલ્મ અને સેલિબ્રિટી કોન્સર્ટ્સ માટે લોકપ્રિય લોકોશન બનેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.