Abtak Media Google News

કુલ 376 ટન ઓકિસજન જથ્થો વિવિધ જગ્યાએ મોકલાયો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓકિસજન જથ્થાની સપ્લાય

કોરોનાની મહામારીથી સો કોઈ ચિંતીત છે. સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ કોરોના દર્દીઓને ઓકિસજનની જરૂરત રહેતી હોવાથી હાલમાં દેશભરમાં રેલવે તંત્ર દ્વારા લિકવિડ મેડિકલ ઓકિસજન એકસ્પ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ રેલવે ડીવીઝનના હાપા ગુડ્સ શેડથી દિલ્હી કૈર ઓકિસજન ટેકર્સ આજે સવારે 4.45 વાગ્યે રવાના થઈ હતી. આ ઓકિસજન ટેન્કમાં કુલ 103.64 ટન લિકવિડ મેડિકલ ઓકિસજન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર તરફથી મોકલવામાં આવ્યું હતુ. આ પાંચ ઓકિસજન ટેન્કર્સને દિલ્હી તથા આસપાસનાં ક્ષેત્રોમાં કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉપયોગમાં લેવામા આવશે.

અત્યાર સુધીમાં રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા મહારાષ્ટ્ર, હરિયાણા તથા દિલ્હીમાં ઓકિસજન એકસ્પ્રેસ ટ્રેન રવાના કરવામાં આવી હતી જેમાં અંદાજીત 376 ટન લિકવીડ મેડિકલ ઓકિસજન મોકલવામાં આવ્યું હતુ. આજે સવારે 4.45એ દિલ્હી કૈરમાં રવાના થયેલો ઓકિસજન એકસ્પ્રેસ ટ્રેન 1230 કીમી અંતર કાપી દિલ્હી પહોચશે. હાલ દેશમાં કોરોના સામે લડાઈમાં રેલવે દ્વારા કોવિડ દર્દીઓને ઓકિસજન મળી રહે તે માટે દેશભરમાં લિકવિડ મેડિકલ ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.