Abtak Media Google News

દલિતો પર અત્યાચાર થાય ત્યારે ઝડપી નિર્ણયો લેવાનું કામ ગુજરાતમાં ભાજપની સરકારે કર્યું છે: વિજયભાઈ ‚પાણી: કોંગ્રેસ પક્ષે ડો. બાબાસાહેબ આંબેડકરને અનેક અન્યાયો કર્યા છે: જીતુભાઈ વાઘાણી

ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાની સરપંચ ી સંસદ સુધીની પ્રદેશ બૃહદ બેઠક ગાંધીનગર મેડીકલ કોલેજ હોલમાં યોજાઈ હતી. તેને સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે દલિત સમાજનો વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યો છે. અટલજી વડાપ્રધાન હતા ત્યારે અને નરેન્દ્રભાઈ મોદીના દેશના વડાપ્રધાન છે ત્યારે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિષ્ઠાને પ્રસપિત કરવાના પ્રયાસો કર્યા છે. દલિત સમાજને અન્યાય ન ાય અને રક્ષણ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક પગલા લીધા છે. દલિતો પર અત્યારચાર ાય ત્યારે ઝડપી નિર્ણયો લેવાનું કામ ગુજરાતમાં ભાજપની સરકારે કર્યું છે. સામાજીક સમરસતા અને સૌનો સા અને સૌનો વિકાસ મંત્ર લઈને અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેવાડા માણસની ચિંતા કરી છે. ભાજપે હંમેશા દલિત સમાજને માન અને સન્માન આપ્યું છે. ‚પાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એ ડૂબતુ નાવ છે ત્યારે અનુસૂચિત જાતિ સમાજ ભારતીય જનતા પાર્ટીની સો રહ્યો છે અને રહેવાનો છે. આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને દરેક બુમાંી જડમૂળી ઉખેડી નાખવાની છે.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આવનાર ચૂંટણીમાં કોંગ્રેસના ભૂક્કા અનુસૂચિત જાતિ મોરચો પણ કરશે. ગુજરાતમાં અનુસૂચિત જાતિની ૧૩ વિધાનસભાની બેઠકોમાંી ૧૦ બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. જેમાં બે બહેનોનો પણ સમાવેશ ાય છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરેન્દ્રનગરમાં હાીની અંબાડી ઉપર ભારતનું બંધારણ મૂકીને પદયાત્રા કરીને ડો. બાબાસાહેબ આંબેડકરને સ્મારર્ણાજલી આપી હતી. ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રભક્ત હતા અને ભાજપ પણ રાષ્ટ્રભક્ત પક્ષ છે. કોંગ્રેસ પક્ષે ડો. બાબાસાહેબ આંબેડકરને અનેક અન્યાયો કર્યા છે. સંસદમાં તેમનું તૈલચિત્ર મૂકવાનો પણ ઈન્કાર કર્યો હતો. જે ભાજપના સર્મની વી. પી. સિંહની સરકારે મુકયું હતું.

વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજનું હિત ાય તે માટે ભાજપ કટીબધ્ધ છે. સમાજને જેટલું આપી શકાય તેટલું આપવામાં આવ્યું રહ્યું છે ત્યારે કેટલાક પરીબળો સમાજને ડહોળવા નીકળ્યા છે અને આ લોકો વર્ગવિગ્રહ પર સમાજને લઈ જવા માંગે છે આવા લોકોને ઓળખવા પડશે. બંધારણની જાગવાઈઓનો અમલ ાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અડગ ઉભા છે.

ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, જનસંઘના જમાનાી બાબાસાહેબ આંબેડકર સો નાતો રહ્યો છે. દેશના પ્રમ પ્રધાનમંડળમાં જનસંઘના શ્યામાપ્રસાદ મુખર્જીની સો ડો. બાબાસાહેબ આંબેડકર બિન કોંગ્રેસી પ્રધાન હતા. મુબંઈમાં ડો. બાબાસાહેબ આંબેડકરની સામે ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર મૂકીને હરાવ્યા હતા. અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ અંબાલાલ રોહિત અને મંચસ્ સૌ આગેવાનોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું અને અંબાલાલ રોહિતે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે અનુસૂચિત જાતિ મોરચાની જવાબદારી વધી જાય છે.

સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાએ અનુસૂચિત જાતિ મોરચાના આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે ૧૫૦ + લક્ષ્યાંક આપ્યો છે ત્યારે વર્તમાન સમયમાં પાર્ટીના વિચાર અને કાર્યક્રમને વેગવાન રીતે પહોંચાડવાનો છે. દલિત સમાજના બુોમાં ભરપૂર પ્રચાર કરીને બુ સુધી પહોંચીને ભાજપને વધુમાં વધુ મત આપીને ઉમેદવારને જીતાડવાના છે. સંસદીય સચિવ પુનમભાઈ મકવાણાએ બૃહદ બેઠકમાં ભાજપાની કેન્દ્ર સરકાર તા રાજય સરકારને ભ્રષ્ટાચાર મુકત અને પારદર્શી શાસન અને પ્રજાભિમુખ શાસન આપવા બદલ અભિનંદન ઠરાવ રજુ કર્યો હતો. ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠામાં પડાવ નાખીને પ્રજાની પડખે ઉભા રહ્યા હતા. આ પગલાની ગૌરવ સો નોંધ લે છે. ગુજરાતની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વડપણવાળી સરકારે એક વર્ષના ટૂકાગાળામાં ૪૭૫ જેટલા મહત્વના નિર્ણય કરી પારદર્શક અને નિર્ણાયક સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જયારી કેન્દ્રમાં સત્તામાં આવી છે ત્યારી પ્રજાલક્ષી અને પ્રજાભિમુખ અનેક નિર્ણયો કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. ભારતના ગૌરવશાળી એવા રાષ્ટ્રપતિપદના ઉપર પછાત વર્ગના તા પ્રખર આંબેડકરવાદી વિચારના વાહક એવા રામના કોવિંદજીને પસંદ કરીને દેશના કરોડો આંબેડકરવાદીઓના દિલો જીતી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.