Abtak Media Google News

ઘરના જ ઘાતકી બને છે આ કહેવત આપણે ઘણી વખત સાંભળી છે આવી જ એક “ઓનર કિલિંગ”ની ઘટના દિલ્હીમાં બની છે જ્યાં ઘરના પોતાની દીકરીનો સંસાર ઉજાડી દીધો એવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્ન બાદ પિતા અને તેના ભાઈઑ દીકરીના ઘરે આવ્યા હતા ત્યારબાદ યુવકનું મોત નીપજ્યું છે જ્યારે યુવતીને બુલેટ લાગી છતાં પણ બચી ગઈ હતી. આ કેસમાં યુવતીના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

વિનય અને કિરણ પ્રેમી અને પ્રેમિકા હતા તેમણે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. મામલો ગુરુવારનો છે જ્યારે છ-સાત લોકો રાત્રે વિનય અને કિરણના ઘરે આવ્યા હતા. તેમણે ચા પીધી, પનીર મંગાવ્યું અને પછી તેના ઘરમાં અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો. આ ઘટના જોઈને બંને સ્તબ્ધ થઈ ગયા. થોડા સમય પહેલા, જે લોકો તેમનો હાલચાલ વિશે પૂછતાં હતા તે અચાનક જ તેનો જીવ લેવા તૈયાર થઈ ગયા. બંનેને ખબર પડી ગઈ હતી કે આ લોકો તેમને ઘરેથી ભાગી જવાની સજા આપવા આવ્યા છે.

એકબીજાને પ્રેમ કરતા હતા

પોલીસના જણાવ્યા મુજબ કિરણ વિનયને પ્રેમ કરતી હતી કિરણની આ વાતથી તેના પરિવારના સભ્યો ખૂબ નારાજ હતા. જ્યારે લગ્નની વાત કરવામાં આવતી તો બને પર આભ તૂટી પડતું એવી પરિસ્થિતી સર્જાતી હતી. બંનેના ગોત્ર એક હતું તેવું કારણ દઈને પરિવારે તેમના આ વાતને ટાળી દીધી હતી. પરિવારના સભ્યોએ કહ્યું હતું કે તેમણે આ કૃત્ય બદલ ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે. તે ધમકી સાચી પડી. વિનય હવે આ દુનિયામાં નથી. તેને ચાર ગોળી મારી દેવામાં આવી.

ઘરમાં ઘૂસીને કર્યો ગોળીબાર:

ડીસીપી દ્વારકા સંતોષ મીનાએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે અમરાઇમાં ફાયરિંગ થયાની માહિતી મળી હતી. છોકરાને 4 ગોળી વાગી હતી, જ્યારે યુવતીને એક ગોળી લાગી હતી. તે જ સમયે, પડોશીઓએ જણાવ્યું હતું કે જ્યારે હુમલો કરનારાઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારે યુવતી તેના જીવન બચાવવા માટે અગાસી પર દોડી ગઈ હતી અને તેની બિલ્ડિંગની છત પરથી બાજુના મકાનની છત પર કૂદી ગઈ હતી. ત્યાં એક મહિલા હતી, જેની પાસે છોકરી ગળે લાગી ગઈ અને બોલી, ‘બહેન, મારો જીવ બચાવો.’ મહિલા તરત જ યુવતીને નીચે લઈ ગઈ. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. યુવતીને ગોળી વાગી હતી અને સદનસીબે તેનો જીવ બચી ગયો હતો .

ફાયરિંગ થતાંની સાથે જ તેનો પતિ વિનય નીચે દોડી ગયો હતો, આ દરમિયાન તેને ચાર ગોળીઓ લાગી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. લગ્ન કર્યા પછી કિરણ અને વિનય દ્વારકાના અમરાઇ ગામમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. તે 10 દિવસ પહેલા જ ભાડાના મકાન પર રહેવા આવ્યા હતા. જોકે પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવીના આધારે અનેક આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીમાં યુવતીનો અસલી ભાઈ, કાકા અને પિતરાઇ ભાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અનેક ટીમો બનાવી સોનીપત અને હરિયાણાના અન્ય વિસ્તારોમાં દરોડા શરૂ કર્યા છે. જો કે, હજી સુધી ફક્ત યુવતીના પિતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાકીના આરોપીઓને શોધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.