Abtak Media Google News
  • જામનગર મેડિકલ કોલેજમાં  સુપર સ્પેશ્યલીટી ફેલોશીપ મંજુર

જામનગર ન્યૂઝ : જામનગરમાં હવે નવજાત શિશુની સંભાળ વિષય પર થશે ઉત્કૃષ્ટ રિસર્ચ થઈ શકશે જેની કારણ એ છે કે જામનગરની મેડિકલ કોલેજને મોટી સિદ્ધિ મળી છે. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના નવજાત શિશુ વિભાગને National Neonatology Forum, India(NNFI)દ્વારા સુપર સ્પેશ્યલિટી- ફેલોશિપ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. Img 20240430 Wa0010 આ સિદ્ધિ ગુજરાતની અન્ય કઈ સરકારી સંસ્થાને મળી નથી એટલે કે ગુજરાતની આ પહેલી સંસ્થા છે. જેને આ લાભ મળ્યો છે. જેથી 2 ડોક્ટર અને 4 નર્સ માટે ફેલોશિપ ખલી છે. સમગ્ર ગુજરાત ખાતે મેડિકલ કોલેજમાં આવી ફેલોશિપ હાલ માત્ર જામનગરના ફાળે છે. જે ગૌરવની વાત છે.Img 20240430 Wa0012

Advertisement

જામનગરમાં આવેલી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન ગુરુગોવિંદસિંહ હોસ્પિટલના નવજાત શિશુ વિભાગની કામગીરી અને આધુનિક સગવડતાઓના ઈન્સ્પેક્શન બાદ આ વિભાગને કેન્દ્ર સરકારની નેશનલ નીઓનેટોલોજી ફોરમ ઓફ ઈન્ડિયા દ્વારા ડોક્ટરીમાં માસ્ટર્સ ડીગ્રી પ્રાપ્ત કરનાર ડોક્ટરોને વધુ ભણતર માટે સુપર સ્પેશ્યાલીસ્ટની ફેલોશીપ આપવાની મંજુરી આપવામાં આવતાં હવે અહીં ડોક્ટરો સુપર સ્પેશ્યાલીટીની ડીગ્રી મેળવી શકશે. નવજાત બાળકોના વિભાગમાં આવી ફેલોશીપની મંજુરી મેળવનાર જામનગરની જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પ્રથમ છે. સૌરાષ્ટ્રની મોટામાં મોટી એવી જી.જી. હોસ્પિટલનો બાળકોનો વિભાગ વિશાળ છે. અહીં ઓક્સિજન લાઈન કનેક્ટેડ ૨૦૦ બેડ, ૯ આઈસીયુ સહિતની સુવિધા છે. આ ઉપરાંત હોસ્પિટલના નવજાત શિશુ વિભાગમાં દર વર્ષે ૭૫૦૦ બાળકો જન્મે છે.Img 20240430 Wa0011

તાજા જન્મેલા બાળકોમાંથી સંખ્યાબંધ અધુરા મહિને જન્મેલા હોય તેવા, ઓછા વજનવાળા, શ્વાસની તકલીફવાળા તેમજ કમળાવાળા પણ હોય છે. અમુકને જન્મતાવેંત લોહી ચડાવવું પડે છે. તો અમુકને સીધી સર્જરી કરાવવી પડે છે. આ અંગે આ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. મૌલિક શાહ જણાવે છે કે, ગત મહીને નેશનલ નિયોનેટોલોજી ફોરમ ઓફ ઈન્ડિયાના તજજ્ઞોએ હોસ્પિટલના નવજાત બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી.

તેઓએ રેકર્ડ ઉપરાંત અહીંની સગવડતાઓ ચકાસી હતી. જામનગરનીજી.જી. હોસ્પિટલમાં દર વર્ષે અન્ય ખાનગી હોસ્પિટલો અને સ્થળોએથી ૧૫૦૦ નવા જન્મેલા બાળકોને સારવાર માટે રીફર કરવામાં આવે છે. જેમાંથી દર વર્ષે ૭૦થી વધુની સર્જરી પણ થાય છે. હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ દ્વારા આઈસીયુ ઓન વ્હિલ્સ જેવી ૧૦૮ એક એમ્બ્યુલન્સ પણ છે. આ બધી સુવિધાઓ ધ્યાને લઈને નવજાત શિશુ વિભાગને દર વર્ષે બે ડોક્ટરો અને ચાર નર્સિંગ સ્ટાફની ફેલોશીપની મંજુરી મળતાં જામનગરમાં નવજાત શિશુઓમાં સુપર સ્પેશ્યાલીસ્ટનું ભણતર શરુ થઈ શકશે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.