Abtak Media Google News

ચાલુ નાણાંકીય વર્ષમાં આઇપીઓ લાવી હિસ્સો વહેંચશે સરકાર!!

દેશની સૌથી મોટી અસ્કયામત ગણાતી લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આઈપીઓની સરકાર તાડામાર તૈયારીઓ કરી રહી છે. સરકારે દેશની સૌથી મોટી જીવન વિમા કંપનીમાં પણ હિસ્સો વેચીને રોકડી કરવાની જાહેરાત કર્યા બાદ કંપનીના કર્મચારીઓ, કંપનીના પ્રીમિયમધારકો અને અનેક લોકોએ વિરોધ કર્યો છે પરંતુ, સરકાર પોતાના ઈરાદા પર મક્કમ છે. હવે સરકાર સંસ્થાગત રોકાણ તરફ આગળ વધી રહ્યાં છે.

હવે સરકારે  જીવન વીમા નિગમમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપવાની યોજના બનાવી છે. આ એક જ આ યોજના હેઠળ એકમાત્ર વિદેશી રોકાણકારને વ્યકતિગત ધોરણે જ જાહેર ક્ષેત્રની કંપનીમાં હિસ્સો ખરીદવાની તક આપી શકે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જ એલઆઈસીનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે.

જો કે સરકારની યોજના અનુસાર કંપનીમાં કોઈપણ વ્યૂહાત્મક રોકાણ માટે એક નિયત મર્યાદા હશે. આ મર્યાદા કેટલી રાખવામાં આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી કરવામાં આવ્યું.એલઆઈસીમાં એફડીઆઈને મંજૂરી આપીને પેન્શન ફંડ અથવા વીમા કંપનીઓ જેવા મોટા રોકાણકારો કંપનીની જાહેર ઓફરમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કરી આપશે સરકાર.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી એફડીઆઈની વ્યાખ્યા અનુસાર વિદેશી રોકાણકાર અથવા એકમ દ્વારા ૧૦ ટકાથી વધુ હિસ્સો ખરીદવાને એફડીઆઈ તરીકે ગણવામાં આવે છે. હવે આ વ્યાખ્યા બાદ સમજી શકશો કે સરકાર દેશની સૌથી મૂલ્યવાન કંપનીનો ૧૦% હિસ્સો સીધો એક જ સંસ્થાને આપી દેશે અને દેશની મિલકત અન્યના હાથમાં આવશે.

એલઆઈસીની આઈપીઓ પ્રોસેસ પર નજર કરીએ તો જીવન વિમા કંપનીના આઈપીઓના સંચાલનની દોડમાં સામેલ મર્ચન્ટ બેન્કર્સ ગુરૂવારે સરકાર સમક્ષ પ્રેઝન્ટેશન આપવાના છે.

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની કંપની એલઆઈસીમાં સરકારનો ૧૦૦ ટકા હિસ્સો છે. આ નાણાકીય વર્ષ માટે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યને પહોંચી વળવા માટે કંપનીમાં હિસ્સાનું વેચાણ નિર્ણાયક છે.વર્તમાન કાયદા અનુસાર દેશની વીમા કંપનીઓમાં ૭૪ ટકા સુધી એફડીઆઈની મંજૂરી છે. જો કે આ નિયમ એલઆઈસીને લાગુ પડતો નથી કારણ કે તે સંસદના કાયદા હેઠળ બનાવવામાં આવેલી વિશેષ સંસ્થા છે. તેમાં એફડીઆઈ સંબંધિત ચર્ચાઓ પ્રારંભિક તબક્કામાં છે અને આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.