Abtak Media Google News
  • માત્ર માર્ચ મહિનામાં જ સોનાના ભાવમાં 9 ટકાનો વધારો : સોમવારે પણ મોટો ઉછાળો આવવાની શક્યતા

સોનુ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલ છે. વર્ષોથી સુધી સોનુ પહેરવા માટે ખરીદી કરવામાં આવતું હતું. પણ હવે સોનુ જરૂરિયાતનું નહિ પણ રોકાણનું પર્યાય બની ગયું છે. લોકો સોનામાં રોકાણને શ્રેષ્ઠ માની રહ્યા છે. સામે સોનુ લોકોના વિશ્વાસ ઉપર ખરું ઉતર્યું છે. હજુ પણ સોનુ આવતા દિવસોમાં રૂ.75 હજારની સપાટી વટાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રથમ વખત 2,200 ડોલર પ્રતિ ઔંસને પાર કર્યાના એક સપ્તાહ બાદ, શુક્રવારે વહેલી સવારે સોનું 2,236 ડોલરની સર્વકાલીન ટોચે પહોંચ્યું હતું.  માર્ચમાં, તેનો ભાવ 9.3% વધ્યો છે. જે જુલાઈ 2020 પછીનો શ્રેષ્ઠ મહિનો છે

ગુડ ફ્રાઈડેના કારણે એમસીએક્સ બંધ રહ્યું હોવા છતાં, સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 70,000 થી ઉપર બોલાઈ રહ્યા હતા. સોનુ 2,233 ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ થતાં, ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સોમવારે તે 30-40 ડોલર ઊંચું ખુલી શકે છે.

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ભૂતપૂર્વ ડિરેક્ટર અવિનાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાવમાં માત્ર ટેકનિકલ આધારો પર જ વધારો થઈ રહ્યો છે કારણ કે કેન્દ્રીય બેન્કોની ખરીદીમાં વધારો સિવાય ફંડામેન્ટલ્સમાં કોઈ ફેરફાર થયો નથી.  “તકનીકી સપોર્ટ એટલો મજબૂત છે કે હવે અમે 2,350 ડોલર જોઈ રહ્યા છીએ.”  પરંતુ સોનું જેટલું વધારે ચમકે છે, તેટલી જ જ્વેલરી ગ્રાહકો માટે તેની ચમક ઓછી થતી જાય છે.  ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વધતી કિંમતોને કારણે જ્વેલરીનો વ્યવસાય સર્વત્ર સામાન્ય સ્તરના માત્ર 30% જેટલો નીચે છે.”

રોકાણ કરવું ફાયદામંદ સાબિત થઈ શકે છે સોનુ ખરીદવું જોઇએ કે પ્રોફિટબુક કરવો જોઇએ સોનામાં આક્રમક તેજી છતાં રોકાણ કરવા માગતા લોકોએ જ્યારે પણ ભાવ ઘટે ત્યારે રોકાણ કરવું ફાયદામંદ સાબિત થઇ શકે છે. જોકે, માત્ર રોકાણ અર્થે 2-5 વર્ષ સુધીના સમયમાં ખરીદેલ સોનાના સિક્કામાં પ્રોફિટબુક કરવો પણ ઉત્તમ છે. નફો બુક કર્યા બાદ સોનુ ફરી ઘટીને 67-68,000 થાય તેની રાહ જોવી જોઇએ. જોકે, સોનુ હજુ કરેક્શન પૂર્વે રૂ.73,000ની સપાટી સુધી પહોંચી શકે છે. રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં સરેરાશ 10-15 ટકા સોનાને વેઇટેજ આપવાથી સારો ફાયદો મળી શકશે. 3-4 મહિના સુધી સોનામાં તેજી રહી શકે સોનાની તુલનાએ ચાંદીમાં બે તરફી વધઘટ મોટા પાયે જોવા મળે છે જેના કારણે ચાંદીમાં રોકાણકારોની માગ નહિવત્ રહી છે. દિવાળીથી અત્યાર સુધીમાં જોઇએ તો ચાંદીમાં માત્ર રૂ.3,000 પ્રતિ કિલોગ્રામ જ વૃદ્ધિ થઇ છે અને હાલમાં 75,500 પ્રતિ કિલોગ્રામ ભાવ બોલાઇ રહ્યો છે.

સોનામાં 5 વર્ષમાં 77 ટકાનું રિટર્ન મળ્યું

રોકાણના અનેક વિકલ્પો છતાં ગુજરાતીઓ સોનાને રોકાણ પોર્ટફોલિયોમાં સૌથી વધુ મહત્ત્વ આપી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ સલામતી ઉપરાંત આકર્ષક રિટર્ન છે. છેલ્લાં 5 વર્ષમાં સોનામાં રોકાણ દર વર્ષે ડબલ ડિજિટમાં રહ્યો છે. 2019માં સોનાની કિંમત સરેરાશ રૂ. 39,000 પ્રતિ 10 ગ્રામ હતી જેમાં સરેરાશ 77 ટકાથી વધુ રિટર્ન મળી રહ્યું છે. એટલું જ નહીં છેલ્લા બે-ત્રણ વર્ષમાં કરાયેલા રોકાણનું મોટા પાયે પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.