Abtak Media Google News

બ્લાસ્ટમાં જહાજ પર તૈનાત ત્રણ નેવી જવાન શહીદ થયા છે જ્યારે અન્ય 11ને ઈજા પહોંચી: બ્લાસ્ટ બાદ તત્કાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

સમગ્ર ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઇન્કવાયરીનો આદેશ

અબતક, મુંબઇ

મુંબઈમાં ઈન્ડિયન નેવી ડોકયાર્ડ પર મંગળવારે યુદ્ધ જહાજ આીએનએસ રણવીરના ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં જહાજ પર તૈનાત ત્રણ નેવી જવાન શહીદ થયા છે અને અન્યને ઈજા પહોંચી છે. પરંતુ બ્લાસ્ટને તત્કાલ બાદ કાબુ કરી લેવામાં આવ્યો, જેનાથી જહાજને વધુ નુકસાન થયું નથી. આ ઘટના બાદ તત્કાલ બચાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જહાજના ચાલક દળના સભ્યોએ તત્કાલ સ્થિતિ પર નિયંત્રણનો પ્રયાસ કર્યો. જહાજને વધુ નુકસાન પહોંચ્યું નથી.

ખબર પ્રમાણે પૂર્વી નૌસેના કમાનમાં આઈએનએસ રણવીર નવેમ્બર 2021 થી સમુદ્ર વિસ્તારમાં ઓપરેશનલ તૈનાતી પર હતું અને થોડા સમય બાદ કિનારા પર પરત ફરવાનું હતું, ત્યારે આ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં બોર્ડ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જહાજને વધુ નુકસાન પહોંચ્યું નથી.

ઈજાગ્રસ્ત જવાનોની નૌસેના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત જવાનોને કોલાબા નેવી નગરની આઈએનએચએસ અશ્વિની મોકલવામાં આવ્યા છે. આઈએનએસ રણવીર ભારતીય નૌસેનાનું પોર્ટ છે. આઈએનએસ રણવીર નવેમ્બર 2021 થી પૂર્વી નૌસેના કમાનથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ તૈનાતી પર હતું અને જલદી બેઝ પોર્ટ પર પરત ફરવાનું હતું. જાણવા મળી રહ્યું છે કે ધમાકામાં ઈજાગ્રસ્ત ત્રણ નૌસૈનિકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આઈએનએસ રણવીરમાં કઈ રીતે ધમાકો થયો તેના વિશે નૌસેનાએ કોઈ જાણકારી આપી નથી. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. તે કમિટી તપાસ કરશે કે આ ધમાકો કઈ રીતે થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.