Abtak Media Google News
  • બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી યાત્રાધામ માટે સ્લોટ, ટોકન સિસ્ટમ નો થશે અમલ

ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે આવતા ભકતો, શ્રઘ્ધાળુઓને હવે ધામ અને મંદિરોમાં દર્શન માટે કલાકો સુધી લાંબી લાઇનોમાં નહી ઉભું રહેવું પડે બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચારેય ધામમાં ભકતો સરળતાથી દર્શન કરી શકે તે માટે સ્લોટ, ટોકન સિસ્ટમનો અમલ કડકપણે કરવામાં આવશે. આ સિસ્ટમની મદદથી ભકતો સરળતાથી એક કલાકમાં સ્લોટમાં ભગવાનના દર્શન કરી શકશે.

Advertisement

સરકાર આ વર્ષે સ્લોટ ટોકન સિસ્ટમનો અમલક કરવા જઇ રહી છે. આ સિસ્ટમ મુજબ ભકતોના સમુહને ચોકકસ સમયગાળો આપવામાં આવશે. એ સમયગાળામાં દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લઇ શકશે.

પર્ટટન અને ધર્મસ્વ પ્રધાન સતપાલ મહારાજે ચાર ધામ યાત્રાની તૈયારી અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે ભકતોને ટોકનના માઘ્યમથી દર્શનનો સમય પહેલેથી ખબર હોય તો તેનો ફાયદો એ થશે કે ભકતો પોતાના સમયનો સદઉપયોગ અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત માટે કરી શકે છે.

આ વર્ષે ચારધામ યાત્રા માટે 1પ લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ નોંધણી કરાવી ચૂકયાં છે. અમને એવું લાગે છે આ વર્ષે શ્રઘ્ધાળુઓ તીર્થયાત્રાનો આંકડો નવા વિક્રમો સ્થાપશે ગત વર્ષે 56.31 લાખ શ્રઘ્ધાળુઓએ ઉત્તરાખંડના ચારધામની મુલાકાત લીધી હતી.

ચારધામ યાત્રાના કપાટ ખુલવાની તારીખ

દેશભરમાંથી ચારધામ યાત્રા માટે લાખો શ્રઘ્ધાળુઓ જતા હોય છે ત્યારે આ વર્ષે કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામના કપાટ 10 મેના રોજ ખુલશે. તથા બદરીનાથ યાત્રાધામના કપાટ 1ર મેથી ખુલશે. જયારે હેમકુંડ સાહિલ ધામના કપાટ રપ મેથી ખુલશે.

જીએમવીએન ગેસ્ટ હાઉસનું બુકીંગ ફુલ

પર્યટન અને ધર્મસ્વ. પ્રધાન સતપાલ મહારાજે જણાવ્યું હતું કે, ચારધામ યાત્રાના પૂર્વના માર્ગો પર આવેલા 94 જીએમવીએન ગેસ્ટ હાઉસમાં બુકિંગ ફૂલ થઇ ચૂકયું છે. રર ફેબ્રુઆરી-2024 થી અત્યાર સુધીમાં ઓનલાઇન બુકિંગ થતા રૂપિયા 8.58 કરોડ ઉપજયા છે. જયારે ઓફલાઇન માઘ્યમથી રૂપિયા 3.17 કરોડનું બુકીંગ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.