Abtak Media Google News

 

સદનસીબે લાસ્ટ સ્ટોપ પર મૂસાફરો ઉપરાંત ડ્રાયવર અને ક્ધડકટર ઉતરી ગયા બાદ સિટી બસ ભડભડ સળગવા લાગતા કોઈ જાનહાની નહીં: વાયરીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

 

અબતક,રાજકોટ

શહેરના ભકિતનગર સર્કલ પાસે આજે સવારે અચાનક સિટી બસમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી જોકે છેલ્લા સ્ટોપ પર મુસાફરો અને ડ્રાયવર તથા ક્ધડકટરો ઉતરી ગયા બાદ સિટી બસ ભડભડ સળગવા લાગતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. દરમિયાન બસ ઓપરેટર કંપનીને સાંજ સુધીમાં તમામ બસમાં વાયરીંગ સહિતની બાબતનું ચેકિંગ કરી રિપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર આજે સવારે એમ.13ની રૂટ નં. 7મી બજરંગવાડી સર્કલથી ભકિતનગર સર્કલ સુધીના રૂટની બસ સવારે 9.15 કલાક આસપાસ ભકિતનગર સર્કલ પાસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બસમાં આગ લાગી ત્યારે એક પણ મુસાફર કે ડ્રાયવર અને ક્ધડકટર બસમાં સવાર નહતા. જેના કારણે કોઈ જાનહાની થવા પામી નહતી. ભકિતનગર સર્કલ ખાતે રૂટનો અંતિમ સ્ટોપ હોવાના કારણે બસમાં કોઈ વ્યકિત બેઠેલો ન હતો. સિટી બસ આશરે 12 વર્ષથી વધુ જૂની હોવાના કારણે કોઈ લોકલ કારીગર પાસે બસ રિપેરીંગ કરાવી હોવાના કારણે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સિટી બસમાં આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધીહ તી. આગમાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઈ ગઈ હતી દરમિયાન આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સિટી બસ ઓપરેટર કંપની મારૂતી એજન્સીને ટ્રાફીક ઈન્સ્પેકટરને સાથે રાખી આજે સાંજ સુધીમાં તમામ 90 સિટી બસમાં વાયરીંગ સહિતનું ચેકીંગ કરી રિપોર્ટ આપવા આદેશ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન જે રૂટની બસ આગમાં બળીને ખાક થઈ ગઈ છે. ત્યાં નવી બસ મૂકી રૂઠ શરૂ કરી દેવામાં આવ્યો છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.