Abtak Media Google News

પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સોમવારના આયોજન પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, એસીપી પી.કે.ડીયોરા સહિતનાની ઉપસ્થિતિ: જૂના-નવા ગીતો સાથે કલાકારો ધૂમ મચાવશે

સત્યમ શિવમ સુન્દરમ કરાઓકે મ્યુઝીકલ પ્રોગ્રામ, એચ.બી.મ્યુઝીકલ ગૃપ દ્વારા તા.30ને સોમવારના રોજ રાત્રિના 8 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા હિતેષભાઇ ભટ્ટ, દેવ ભટ્ટ, જ્યોતિ ભટ્ટ, સુશિલભાઇ રાવલ, હિનાબેન કોટડીયા, વર્ષાબેન ઠાકર, કમલભાઇ અનોવાડીયા, અલ્પેશભાઇ સોની, ભાવનાબેન જોગીયા વિગેરેએ યોજાનાર કાર્યક્રમ અંગે વિશેષ માહિતી આપી હતી.

Advertisement

આગામી તા.30ને સોમવારે રાત્રિના 8 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમ મ્યુઝીકલ પ્રોગ્રામમાં ઉપસ્થિત ગાયકોના કંઠે જૂના-નવા ગીતો રજૂ થશે. મુખ્ય આયોજક હિતેષભાઇ ભટ્ટ અને તેમની ટીમ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા આયોજકોએ અનુરોધ કરેલ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, એસીપી પી.કે.ડીયોરા, ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, મનપા ટાઉન પ્લાનિંગ ચેરમેન નરેન્દ્રભાઇ ડવ, મયુરસિંહ જાડેજા, અનિમેષભાઇ દેસાઇ, વર્ષાબેન રાણપરા, જયેશભાઇ ઉપાધ્યાય, સુરેશભાઇ મારૂ, ગૌરાંગભાઇ નાગડા, લલીતભાઇ ત્રિવેદી, ઘનશ્યામભાઇ રાવલ, અનવરભાઇ હાજી, મધુસુદનભાઇ ભટ્ટ, મુલચંદ બાપુ, ચંદ્રકાંતભાઇ શેઠ, જીતેન્દ્રભાઇ શુક્લા, સુનિલભાઇ શાહ, અશોકભાઇ ચંદ્રવાડીયા સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.