શોર્ય યાત્રામાં રાજપુત સંસ્કૃતિ ઉજાગર કરવા તમામ હિન્દુઓને ઉત્સાહપૂર્વક જોડાવવા કરણી સેનાનું આહવાન

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા કોરોના અંતર્ગત બાદ બે વર્ષ પછી મહારાણા પ્રતાપની 482મી જન્મ જયંતિની ઉજવણી માટે ભારે થનગનાટ થઇ રહ્યો છે. ‘અબતક’ની મુલાકાતે આવેલ ચંદુભા પરમાર, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ રાજપુત, ભાવસિંહ ઓરા, નિલેશસિંહ ડાભી, અનિલસિંહ પરમાર, કાનાજી ચૌહાણ, સહદેવસિંહ ડોડીયા, યુવરાજસિંહ ભાટ્ટી, સહદેવસિંહ હેરમા, રાકેશસિંહ રાઠોડ, કૌશલસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, ચંદ્રસિંહ ડોડીયા અને જયદિપસિંહ ભાટ્ટી એ વિગતો આપી જણાવ્યુઁ હતું કે તા. ર જુને ગુરૂવારે મહારાણા પ્રતાપની 482 જન્મ જયંતિની ઉજવણી કરાશે.

જન્મજયંતિની ઉજવણી રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા શ્રી જયવંતાબાઇ ની કેખુ જન્મેલા ત્યાગ, બલીદાન, શૌર્ય, સમર્પણની મુસ્તરુપથી મહારાણા પ્રતાપસિંહજી ના જન્મ જૈઠ સુદ 3 વિક્રમ સંવત 1597 ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમી અને ક્ષાત્રધર્મ માટે ન્યોછાવર કરનાર મહાન હિંદવા સુરજ રાજપુત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજીને કોટી કોટી વંદન શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જીવનમાંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું. ખુબ જ મુશ્કેલી અને કઠોળ સમયમાંથી પસાર થયેલ છે. એમણે અનેક ધર્મ યુઘ્ધો લડીયા અને જીતેલા છે, તેમાંથી બે મોટા યુઘ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુઘ્ધમાં દિવેરનું યુઘ્ધ અને હલદીઘાટીનું યુઘ્ધ જગ પ્રસિઘ્ધ છે. હલદીઘાટીનું યુઘ્ધ અકબરની 80,000 સેના સામે આશરે મેવાડી સેના 20,000 સૈનિકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હાતી.આ હિંદના શુરવીર યોઘ્ધા સિસોદીયા કુળ દિપક મહારાણા પ્રતાપસિંહજીની 482મી જન્મ જયંતિ નીમીતે તા. 2-6 ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે સોરઠીયાવાડી ચોક, મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે સવારે મહાઆરતી, પુષ્ણાંજલી અને ભવ્ય શૌર્યયાત્રાનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તથા સૌર્યયાત્રાના અઘ્યક્ષ સ્થાને સહદેવસિંહ ડોડીયા રહેશે. આ જન્મ જયંતિના કાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ તથા ક્ષત્રીય રાજપુત સમાજને અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય રાજપુત કરણી સેના તથા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા થઇ રહ્યું છે.
શોર્ય યાત્રાનું પ્રસ્થાન મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા (સોરઠીયાવાડી ચોક), કેવડાવાડી મેઇન રોડ, કેનાલ રોડ, જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઇન રોડ, રામનાથપરા ક્ષત્રીય કારડીયા રાજપુત વાડી ચોક, ગરુડ ચોક, કોઠારીયા નાકા, પેલેસ રોડ, ભુપેન્દ્રભાઇ રોડ, ઢેબર ચોક, ત્રિકોણ બાગ લીંબડા ચોક, શ્રી પંચનાથ મહાદેવ મંદિરે શૌર્યયાત્રા પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.