Abtak Media Google News

જુન માસમાં રાજયમાં સરેરાશ 21.92 ટકા વરસાદ: છેલ્લા ર4 કલાકમાં 18 તાલુકાઓ વરસી મેધ મહેર

આખા ગુજરાતમાં હજી નેઋત્યના ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયો નથી છેલ્લા એક સપ્તાહથી રાજયમાઁ છુટાછવાયા વિસ્તારોમાં મેઘ કૃપા વરસી રહી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 18 તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડી દોઢ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો જુન માસમાં રાજયમાં સરેરાશ 21.92 મીમી વરસાદ વરસી ગયો છે. જો કે આજની તારીખે 41 તાલુકાઓ સંપૂર્ણ પણે મેઘકૃપાથી વંચિત છે સિઝનના આરંભ પૂર્વ જ 2.58 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન  રાજયના 18 તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેર ગામમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે અમરેલીના બાબરામાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો આ ઉપરાંત ધરમપુર, ખેડબ્રહ્મા, ધંધુકા, ગોંડલ, વડીયા, કોડીનાર, તાલાલા, જસદણ, ઉમરપાડા, ચોર્યાસી, સાયલા, ગીર ગઢડા, વડોદરા, વાપી, શિહોર અને દસાડામાં હળવા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

રાજયના રપ0 તાલુકાઓ પૈકી 175 તાલુકાઓમાં બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે જયારે 3પ તાલુકાઓમાં બે થી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ પડયો છે હાલ 41 તાલુકાઓ એવા છે જયાં વરસાદનું એક ટીપુ પણ પડયું નથી જુન માસમાં અત્યાર સુધીમાં ર1.92 મીમી વરસાદ વરસી ગયો છે જે સીઝનનો કુલ 2.58 ટકા જેઓ થવા પામે છે. સૌરાષ્ટ્રમાં 4.24 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં કચ્છમાં 1.40 ટકા, ઉતર ગુજરાતમાં 2.76 ટકા, પૂર્વ અને મઘ્ય ઝોનમાં 1.96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 1.45 ટકા વરસાદ પડયો છે. આજે પણ રાજયમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.