Abtak Media Google News

નેત્રદીપ મેકિસવિઝન આઈ હોસ્પિટલ તરીકે રિબ્રાન્ડ કરશે તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી આઈ કેર ચેઈન બનવાનું લક્ષ્ય

રાજકોટ શહેર અને આસપાસના પ્રદેશોમાં ગુણવત્તાયુક્ત આઇ – કેર હેલ્થકેર માટે ત્રણ દાયકાથી જાણીતી નેત્રદીપ આઇ હોસ્પિટલે સૌરાષ્ટ્રના બીજા શહેરોમાં વિસ્તરણની તેની યોજનાના ભાગરૂપે મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સ સાથે સંયુક્ત સાહસની રચના કરી છે .

Advertisement

વર્ષ 1987 માં ઉપલેટામાં એક નાની હોસ્પિટલથી શરૂઆત કરતાં આજે નેત્રદીપ આઇ હોસ્પિટલ ડો . વસંત સાપોવડિયાના નેતૃત્વ હેઠળ ચાર હોસ્પિટલ્સ સાથે રાજકોટમાં સૌથી મોટી આઇ હોસ્પિટલ્સની ચેઇન તરીકે ઉભરી આવી છે . આ વિસ્તારમાં નેત્રીદપ આઇ હોસ્પિટલ બેસ્ટ – ઇન – ક્લાસ આઇ સર્જરી અને નવી આધુનિક ટેક્નોલોજી બાબતે અગ્રેસર છે. નેત્રદીપ આઇ હોસ્પિટલે દક્ષિણ ભારતમાં 20 થી વધુ હોસ્પિટલ ધરાવતી અગ્રણી આઇ કેર ચેઇન પૈકીની એક મેક્સિવિઝન આઇ હોસ્પિટલ સાથે સંયુક્ત સાહસ રચ્યું છે તથા નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ તરીકે પોતાની જાતને રિબ્રાન્ડેડ કરી છે . વર્તમાન મહિનેથી નવી બ્રાન્ડ હેઠળ હોસ્પિટલ્સ તેની કામગીરી શરૂ કરશે. મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સના ચેરમેન ડો , જીએસકે વેલુએ જણાવ્યું હતું કે ,  મેક્સિવિઝન ખાતે અમારું ધ્યાન ઉત્કૃષ્ટ ડોક્ટર્સ સાથે સારી હોસ્પિટલનું નિર્માણ કરવાનો તથા બેસ્ટ ટેક્નોલોજીથી વિવિધ રાજ્યોમાં દર્દીઓને વાજબી કિંમતે ઉચ્ચ – ગુણવત્તાયુક્ત આઇ કેર સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઉપર કેન્દ્રિત છે . ગુજરાતમાં અગ્રણી ડોક્ટર્સ સાથે અમારી ભાગીદારીનું સફળ મોડલ છે તથા તેમનાઅભિયાન અને વિઝનની અમે પ્રશંસા કરીએ છીએ . નેત્રદીપ સાથેની અમારી ભાગીદારી સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકોને ઉત્તમ ગુણવત્તા સાથે આઇ કેર સેવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે .

આ પ્રસંગે વાત કરતાં મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સના ગ્રુપ સીઇઓ   સુધીરે જણાવ્યું હતું કે , અમે ડો . વસંત સાપોવાડિયા અને તેમની ટીમ સાથે ભાગીદારી કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ . અમે ટૂંક સમયમાં તેમના તમામ હોસ્પિટલ્સમાં દર્દીઓ માટેની સેવાઓમાં વધારો કરીશું તેમજ વિશ્વ – સ્તરીય સુવિધાઓ પણ રજૂ કરીશું . પ્રોફેશ્નલ્સનું એક ગ્રૂપ પેશન્ટ કેર ઓપરેશન , ક્વોલિટી ક્લિનિકલ મેનેજમેન્ટ અને વિસ્તરણનું સંચાલન કરશે. આ સંયુક્ત સાહસ હેઠળ નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સ મોરબી , ભુજ , જામનગર , ઉપલેટા અને પોરબંદરમાં વિસ્તરણ સાથે પ્રદેશમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાની યોજના ધરાવે છે. સુધીરે ઉમેર્યું હતું કે , અમે ગુજરાતમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાના વિઝન સાથે બીજા મોટા શહેરો જેમકે અમદાવાદ , સુરત , વડોદરા અને ભાવનગરમાં પણ પાર્ટનરશીપ મોડલ ઉપર કામ કરી રહ્યાં છીએ . નેત્રદીપ આઇ હોસ્પિટલની વર્તમાન તમામ હોસ્પિટલ્સ આધુનિક ટેક્નોલોજી અને વ્યાપક ડાયગ્નોસ્ટિક સુવિધાઓથી સજ્જ છે . ડો . સાપોવાડિયા અને તેમની આઠ ડોક્ટર્સની ટીમ આ સેન્ટર્સમાં દૈનિક 200 દર્દીઓને સેવા આપે છે. આ સેવાઓમાં અદ્યતન મોતિયાની સર્જરી , રોબોટિક મોતિયાની સર્જરી , લેસિક લેઝર , સ્માઇલ રિફ્રેક્ટિવ સર્જરી, કોન્ટોરા વિઝન ટ્રીટમેન્ટ , ડાયાબિટિક રેટિનાની સારવાર , ગ્લુકોમા , કોર્નિયા , પિડિયાટ્રિક આઇ કેર વગેરે સામેલ છે.

આઈકેર ચેઈન બનવાના વિઝન સાથે વિતરણ કરવા માંગીએ છીએ: ડો.સાપોવાડિયા

Dsc 4710

નેત્રદીપ આઇ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર અને સિનિયર સર્જન ડો .સાપોવાડિયાએ જણાવ્યું હતું કે ,  નેત્રીદીપ આઇ હોસ્પિટલની વૃદ્ધિ તથા વર્ષોથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં લોકોને ગુણવત્તાયુક્ત આઇ કેર સેવાઓ પૂરી પાડવામાં અમારી ક્ષમતાઓને જોતાં મને ખુશી અનુભવાય છે . આ પ્રદેશમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાના વિઝન સાથે અમે સૌરાષ્ટ્રના બીજા શહેરોમાં વિસ્તરણ કરવા માગીએ છીએ .

મેક્સિવિઝન ગ્રૂપ ઓફ આઇ હોસ્પિટલ્સ વિવિધ રાજ્યોમાં ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે અને અમારું માનવું છે કે તેમની પ્રોફેશ્નલ મેનેજમેન્ટ ટીમ સૌરાષ્ટ્રમાં વધુ સારી અને ઝડપી રીતે વૃદ્ધિ સાધવાના અમારા વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બનશે . આ ભાગીદારીથી અમે રાજકોટ અને બીજા શહેરોમાં અમારી સેવાઓમાં વધારો કરી શકીશું . અમે અમારી વૃદ્ધિના આગામી તબક્કાનો પ્રારંભ કરતાં ઉત્સાહિત છીએ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.