Abtak Media Google News

સુરત સ્થિત શખ્સે અમરેલીના કારકુનને જુનાગઢ ખાતે નિમણુંક આપવા ફોન કર્યો: અમદાવાદ સાયબર પોલીસ મથકમાં નોંધાયો ગુનો

ભાજપ શાસિત રાજયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બોલું છું તેમ કહીને રાજકોટ સ્થિત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને અમરેલી માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા કલાર્કની જુનાગઢ ખાતે બદલી કરવાની ભલામણ કરનાર સુરતના કોન્ટ્રાકટરને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઉઠાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ ખાતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન જે શિલુંના મોબાઈલ પર ગત,તા.16 જુનના રોજ એક ફોન આવ્યો. હતો.

જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનના પી એ બોલુ છુ સાહેબ સાથે વાત કરો તેમ કહ્યુ હતુ.બાદ સામેછેડેથી બોલતા શખ્સ પોતાની ઓળખ સી આર પાટીલ તરીકે આપીને કહ્યુ હતુ કે, અમરેલી ખાતે આવેલા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં કલાર્ક કુલદીપ વહીવટી કાર્યવાહીમાં કોન્ટ્રાકટરોને અને આઉટ સોર્સીંગના માણસોને હેરાન કરી રહ્યો છે જેથી તેની તાત્કાલિક અસરથી બદલી કરી નાખો તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.આ ઘટના બાદ કાર્યપાલક ઈજનેર શીલુએ આ મોબાઈલ નંબર ટ્રુ કોલરમાં જોતા તેનુ આઈકોન સી આર પાટીલના નામનુ જણાયુ હતુ. આ અંગે ભાજપના સોશીયલ મીડીયા વિભાગના ક્ધવીનર યજ્ઞેશ દવેને જાણ થતા તેમણે આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ પોલીસે મોબાઈલ  ધારક ભરતભાઈ મનજીભાઈ વાઘાણી( ઉ.48 રહે. સિદ્ધાર્થનગર, સીમાડ ગામ સુરત)ની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં બહાર આવ્યુ હતુ કે આરોપી ભરતભાઈ આઉટ સોર્સીંગના સફાઈકામનો કોન્ટ્રાકટ અને બિલ્ડીંગ રીનોવેશનનુ પણ કામ કરે છે. તેવું બહાર આવ્યું છે, અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઇ એ.આર. ભાભોર સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.