Abtak Media Google News

સાતમ આઠમના તહેવારોની લાંબી રજામાં છેલ્લા સપ્તાહથી બેડી માકેટીંગ યાર્ડમાં ખેડૂતોની જણસીની હરરાજી બંધ થવા પામી હતી. દરમ્યાન આજથી માકેટીંગ યાર્ડની રજાઓ પૂર્ણ થતાં બડી માકેટીંગ યાર્ડમાં ફરી હરરાજીનો ધમધમાટ શરુ થયો છે.

Advertisement

Dsc 9451

રાજકોટ શહેર જિલ્લાભરમાંથી ખેડૂતો આજથી પોતાની ખેતીની ઉપજ રાજ કોટ બેડી માકેટીંગ યાર્ડ ખાતે લાવી રહ્યા છે. આજથી પંથકના ખેડૂતોની જણસી તલ, મગફળી, મગ, વટાણા સહીતની ખેત ઉપજ વાહનો મારફતે બેડી માકેટીંગ ખાતે ઠાલવી રહ્યા છે.

Dsc 9469

બેડી યાર્ડના પ્રમુખ જયેશભાઇ બોધરાના માર્ગદર્શનમાં બેડી યાર્ડના સ્ટાફ દ્વારા હરરાજીનો પ્રારંભ કરાયો હતો અને ખેડુતોના માલની હરરાજી કરાવી હતી ત્યારે મોટી સંખ્યામાં ખેડુતો અને વેપારીઓ ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.