Abtak Media Google News
  • ઓપીડી તથા જનાનામાં જુદા જુદા વોર્ડમાં મુલાકાત લઈ દર્દીઓ સાથે કરી વાતચીત
  • યુનિસેફ સાથે કેન્દ્ર મંડળના અને ગાંધીનગર મંડળના સભ્યો પણ સામેલ: જરૂરી સાધનો અને પ્રક્રિયા વિશે લીધી માહિતી

યુનિસેફ પ્રતિનિધિ મંડળ તથા  કેન્દ્ર અને રાજ્ય આરોગ્યના સભ્યો સાથેની એક ટીમ રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ ખાસ બાળકોને લગતી સુવિધાઓ અને સારવાર અંગે તાગ મેળવ્યો હતો. આ સાથે જરૂરી સાધનો અને પ્રક્રિયા વિશે પણ ટીમ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.

IMG 20220810 WA0037

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આજરોજ રાજકોટ પિડીયું સિવિલ હોસ્પિટલ ખાતે યુનિસેફના નિષ્ણાંતોની ટીમ મુલાકાતે આવી છે. જેમાં માર્કેટીંગ ચીફ યુનિસેફ ઓસ્ટ્રેલિયાના લીબી હોટ્સગોન, ક્ધટેન્ટ મેનેજર મેલીના ક્રાફો કોમ્યુનિકેશન ઓફિસર ઇન્ડિયા ત્રિશિતા દાસ, યુનિસેફ ગુજરાતના આરોગ્ય અધિકારી ડો. વૈશાલી સોદાગર, આરોગ્ય નિષ્ણાંત યુનિસેફ ગાંધીનગર ડો.નારાયણ ગાવકર આવ્યા છે.

આ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં આવેલા બાળકોના વિભાગ અને મહિલાઓના વિભાગની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ આ ટીમ સાથે કેન્દ્ર અને રાજ્ય પ્રતિનિધિ મંડળના સભ્યો પણ જોડાયા હતા. યુનિસેફ ઓસ્ટ્રેલિયાથી આવેલા તબીબોએ પહેલા સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી સાથે મિટિંગ કરી હતી.

ત્યાર બાદ કે. ટી. ચિલ્ડ્રન વિભાગના હેડ ડો. બુચ અને જનાના વિભાગના હેડ ડો.કમલ ગોસ્વામી સાથે ઓપીડી વિભાગમાં મુલાકાત લીધી હતી.

IMG 20220810 WA0036

ઓપીડી વિભાગની મુલાકાતે નિકળેલા યુનિસેફના નિષ્ણાતોએ બાળકોના વિભાગની મુલાકાત લઈ તેમની પ્રક્રિયાથી માંડી સારવાર અને સુવિધાઓ વિશે વિશેષ વાતચીત કરી હતી.

ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં આકાર લઈ રહેલા ગુજરાતના સૌથી મોટા લેબર રૂમ વિશે પણ જાણકારી મેળવી હતી. જનાના વિભાગમાં મુલાકાત લઈ સુવિધા અને સારવાર માટે પણ જરૂરી સૂચનો કર્યા હતા.આ સાથે બાળકોના વિભાગ માટે અને જનાનામા પણ કોવિડ જેવી સ્થિતિને સામનો કરવા માટે પણ તંત્ર સજ્જ છે કે કેમ તે અંગે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

IMG 20220810 WA0035

આ સાથે ઑક્સિજન પ્લાન્ટની માહિતી મેળવી હતી.યુનિસેફની ટીમ દ્વારા ગઇ કાલે જામનગરની જી.જી.હોસ્પિટલના બાળકોના વિભાગની મુલાકાત લીધી હતી. જેમાં કયાં પ્રકારની સુવિધા અને સાધનોની ઘટ છે તેની માહિતી મેળવી હતી. સાથે સાથે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તેની જાણકારી લીધી હતી. યુનિસેફના બે ઓસ્ટ્રેલિયન સહિતનું એક પ્રતિનિધિ મંડળ મંગળવારે જામનગરની જી. જી. ની મુલાકાતે આવ્યું હતું.

તેમની સાથે યુનિસેફના કેન્દ્ર સરકારના બે તેમજ ગુજરાત પ્રતિનિધિ પણ જોડાયા હતાં. પ્રતિનિધિ મંડળે જી. જી. હોસ્પિટલના બાળકોનો વિભાગ અને ઓકસીજન પ્લાન્ટની મુલાકાત લઇ તમામ વિગતો મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.