Abtak Media Google News

મીડિયા રિપોર્ટ્સ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ૧૦૦ રૂપિયાની નોટ ફરીથી ડિઝાઈન કરવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું પ્રિન્ટીંગ એપ્રિલ ૨૦૧૮ થી શરુ થવાની સંભાવના છે. નોટબંધી બાદ ૫૦૦ રૂપિયાની જૂની નોટ બંધ કરીને સરકારે ૫૦૦ રૂપિયાની નવી નોટ જારી કરી હતી. તેમજ હાલમાં RBI એ ૫૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ પણ જારી કરી છે. હવે એક તરફ મોટા બદલાવની જાહેરાત જલ્દી જ થઇ શકે છે, જેના હેઠળ કેન્દ્રીય બેંક હાલમાં ચાલી રહેલ ૧૦૦ નોટોને ધીરે-ધીરે રિપ્લેસ કરી શકે છે.

સુત્રોનું માનીએ તો, આગામી વર્ષ એપ્રિલથી તેની પ્રિન્ટીંગ શરુ થઇ જશે. જોકે, જૂની નોટો ચલણમાં રહેશે અને તેને ધીરે-ધીરે પરત લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એટીએમ મશીનનાં ફોરમેટને ધ્યાનમાં રાખતા નોટોની સાઈઝમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યું. તેનો ફાયદો થશે કે, નવી નોટો માટે દેશનાં એટીએમનાં માળખામાં કોઈ બદલાવ નહી કરવો પડે જેવો ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટો લાવવાના સમયે કરવામાં આવ્યો હતો.

આર્થિક ખબરોનાં વેબ પોર્ટલનાં રિપોર્ટ્સ મુજબ બજારમાં ૨૦૦ રૂપિયાની નવી નોટ ચલણમાં આવ્યા બાદ તેની પર્યાપ્ત સપ્લાઈ થાય બાદ ૧૦૦ રૂપિયાની નવો નોટનું પ્રિન્ટીંગ શરુ થઇ જશે. એપ્રિલ ૨૦૧૮ થી નવી ૧૦૦ નોટોનું પ્રિન્ટીંગ શરુ થશે અને એટીએમ મશીનોને પણ આ નવી નોટોને અનુકુળ બનાવવામાં આવશે.

ગયા વર્ષે ૮ નવેમ્બરે થઇ હતી નોટબંધી
ગયા વર્ષે નવેમ્બરમાં ભારત સરકારે નોટબંધી કરતા ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની બધી નોટો ચલણથી બહાર કરવામાં આવી હતી. તે સમયે દેશમાં ચાલી રહેલ કરન્સીનાં ૮૬ ટકા નોટ હતી. ત્યાર બાદ સરકારે ૨,૦૦૦ અને ૫૦૦ રૂપિયા જારી કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.