Abtak Media Google News

આગામી બે વર્ષમાં રાજયના દરેક જિલ્લામાં ઓછામાં ઓછુ એક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનો લક્ષ્યાંક

ગુજરાતના આંગણે ભારતીય ખેલ જગતનો એક મોટો પ્રસંગ આવ્યો છે. ગુજરાતને 36મી રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવાની તક મળી છે. દિલ્હીની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર, એમ ડબલ એન્જિન સરકારના પરિણામે રાજ્યને પહેલી વખત રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવાનો અવસર મળ્યો છે.

આ પહેલા ગુજરાતમાં ખેલકૂદ પ્રત્યે ઓછો ઉત્સાહ જોવાતો હતો અને રાજ્યમાં રમત ગમત માટે માળખાકીય સુવિધાઓનો પણ અભાવ હતો. ગુજરાતના યુવાનો માટે આ પરિસ્થિતિ બદલવાનો નિર્ધાર કર્યો આદરણીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ. સ્વર્ણિમ ગુજરાત ઉજવણીમાંએકમે 2010ના રોજ ઐતિહાસિક પૂર્ણાહુતિ સમારોહ અવસરે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ, ખેલમહાકુંભ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી ખેલ મહાકુંભ ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ખેલો સુધી પહોંચવાની સીડી બની ગયો છે.ખેલમહાકુંભના દર વર્ષે થતા આયોજ નથી ખેલાડીઓને રાષ્ટ્રીય અન ેઆંતરરાષ્ટ્રીય ગેમ્સ સુધી પહોંચવા માટેની તકો મળતી થઇ છે. રાજ્યના તમામ ખેલાડીઓ અને ખેલકૂદમાં કારકીર્દી બનાવવા માટે તરવરતા ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ એક મહત્વનો સ્ટેજ બન્યો છે. ગુજરાતમાં ખેલાડીઓ નહોતા એવું નહોતું, પણ બાળકોને રમતગમત ક્ષેત્રમાં પ્લેટફોર્મ નહોતું મળતું જે ખેલમહાકુંભથી મળતું થયુ છે.

Ngg

ખેલ મહાકુંભથી રાજ્યને પ્રતિભાશાળી ખેલાડીઓ મળતા થયાં જેમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે યોજનાઓ ઘડી અને કાર્યક્રમો શરૂ કર્યાં. રાજ્ય સરકારે માટે શકિતદૂતયોજનાદ્વારા ટ્રેનીંગ, ન્યુટ્રીશન, સ્પર્ધાખર્ચ, પ્રવાસ ખર્ચ પેટે રૂ.5.00 લાખથી રૂ.25.00 લાખ સુધીની મર્યાદામાં સહાયઆપી છે.રાજ્ય સરકારે ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે એકલવ્યઅને સરદાર પટેલ જેવા પુરસ્કારથી સન્માનિત કર્યાછે. તાજેતરમાં જ કોમનવેલ્થ રમતોમાં દેશનું ગૌરવ વધારના ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારે ખેલકૂદ ને વધુ પ્રોત્સાહન આપવા માટે નવી સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરી છે.

ગુજરાતમાંખેલમહાકુંભને કારણે અનેક ખેલાડીઓ મળ્યા છે. જેમના અથાક પુરૂષાર્થ અને ગ્રાઉન્ડ પર પાડેલા પરસેવાના પરિણામે આજે ગુજરાતને રમતગમત ક્ષેત્રમાં પ્રાધાન્ય મળ્યું છે. આ વખતેપ્રથમ વખત ગુજરાતની 6 દિકરીઓ માના પટેલ, અંકિતા રૈના, સોનલ પટેલ, ભાવિના પટેલ, એલાવેનિલ વેલારિવન, પારૂલ પરમારેટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લઇ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.તાજેતરમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના હરમિત દેસાઇ, ભાવિના પટેલ, સોનલબેન પટેલ, રાધા યાદવ અને યાસ્તિકા ભાટીયાએ રાજ્યને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દ્વારા ગુજરાતીઓ ખેલકૂદમાં પાછળ હોય તેવું મ્હેણું ભાંગ્યું છે.

રાજ્યના ખેલાડીઓનેગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યની ડબલ એન્જિન સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં હાલમાં 21 જિલ્લાઓમાં સરકારી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ જેમાં મલ્ટિપરપઝ ઇન્ડોર હોલ અને આઉટડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક તાલુકામાં આવનારા બે વર્ષોમાં સરકારી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ કોમ્પલેક્સમાં રનિંગ, બેડમિન્ટન અને અન્ય સ્પોર્ટ્સ માટે સુવિધાઓ હશે.  નડિયાદમાં હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર છે અને રાજ્યમાં આવા બીજા સેન્ટર ઊભા કરીને રાજ્યના રમતવીરોનું પર્ફોર્મન્સ વધારવાનું આયોજન છે. જેના દ્વારા તેઓને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે હરીફાઇ કરવામાં મદદ મળશે.અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ સ્તરીય ઓલમ્પિક કક્ષાનું સ્ટેડિયમ નિર્માણ પામી રહ્યું છે. ડેસરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનું બાંધકામ પૂર્ણતાના આરે છે. તે 130 એકરમાં ફેલાયેલું છે અને આપણાં ખેલાડીઓ, કોચ અને અન્ય વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવે છે.આ પ્રકારનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનાર દિવસોમાં રાજ્યમાંથી વધુને વધુ ઓલમ્પિક ચેમ્પિયન તૈયાર કરવામાં મદદ રૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.