Abtak Media Google News

ગોલ્ડન બાર એન્ડ રેસ્ટોરન્ટ અને ગોન બાર રેસ્ટોરન્ટનો દારૂ હોવાનું ખૂલ્યું: એકસાઈઝ એ પાડેલા દરોડાની તરેહ તરેહની ચર્ચા

દમણનાં દાભેલ કેવડી ફળિયામાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ રેડ કરી 6054 બોટલ અંગ્રેજી દારૂ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન મહિન્દ્રા પિકઅપ ડીડી 03,એમ 9847 ને પણ સીઝ કરવામાં આવ્યો છે. મહિન્દ્રા પિકઅપમાં દારૂ ભરીને ગોડાઉન પર લવાયા હતાં. પિકઅપમાંથી દારૂ ઉતારી ગોડાઉનમાં લઈ જવાનાં સમયે એક્સાઇઝ સ્ટાફે રેડ મારી હતી.

Advertisement

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ દારૂનો માલ ગોલ્ડન બાર એન્ડ રેસ્ટોરન્ટ અને ગોન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ખાલી કરવાનો હતો. જેણે બદ- ઇરાદાથી કેવડી ફળિયાનાં ઉક્ત ગૈર કાયદેસર ગોડાઉનમાં ખાલી કરાઈ રહ્યો હતો. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ ચોખાવટ નથી કર્યુ કે રેડ દરમિયાન દારૂનો માલ ઉતારતા ઇસમો અને પિકઅપનો ડ્રાઇવર ક્યાં ગયા? વર્ષનાં 11 મહીના ભૂગર્ભમાં રહેવા વાળી એક્સાઇઝ ટીમે દિવાળી ટાણે કેમ સક્રિય થઈ ગઈ! એ આશ્ચર્યની વાત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.