Abtak Media Google News
  • દમણ વાઇન શોપ ઓનર એસોસિએશન દ્વારા પોલીસ હેરાન કરતી હોવાની જાહેર હિતની અરજી કોર્ટે ફગાવી

દમણ વાઇન શોપ ઓનર એસોસિએશન દ્વારા પોલીસ હેરાન કરતી હોવાની જાહેર હિતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે સાથે હાઇકોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું કે દમણની વાઇન શોપનો દારૂ ગુજરાતમાં પકડાઈ તો વાઇનશોપ સામે કાર્યવાહી ઉપર રોક ન લગાવી શકાય.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વાઇન શોપ ઓનર એસોસિએશન દ્વારા પોલીસ હેરાન કરતી હોવાની જાહેર રીતની અરજી કરાઈ હતી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે અરજી ફગાવી દેતા એવું અવલોકન કર્યું હતું કે કાયદેસર રીતે વાઇન વેચતા વેપારીઓને પોલીસ હેરાનગતિ કરી શકે નહીં. હાઇકોર્ટ પોલીસ કાર્યવાહી સામે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકે નહીં.

કેન્દ્રશાસિત દમણ પ્રદેશમાં વાઇન શોપ ધરાવતા વેપારીના એસોસિએશને હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં રહેતા કોઈ વ્યક્તિ દમણની વાઈન શોપમાંથી દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશે ત્યારે ગુજરાત પોલીસ આ કેસની તપાસમાં વાઈન શોપ ઓનર સામે કેસ કરે છે અને તેમને આરોપી બનાવીને ખોટી રીતે કનડગત કરે છે જેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા દાદ માંગવામાં આવી હતી.

ગુજરાતની હદમાંથી પકડાયેલા બુટલેગરોના નિવેદનને આધારે ગુજરાત પોલીસ કાર્યવાહી કરે છે તેના પર તાત્કાલિક અસરથી રોગ લગાવવી જોઈએ. હાઇકોર્ટે આ કેસમાં દખલગીરી કરવાનો ઇન્કાર કરીને અરજી ફગાવી દીધી છે.

દિવના પણ અનેક બાર સામે આવી જ રીતે કાર્યવાહી થઈ હતી

તાજેતરમાં દિવમાં અનેક બાર સામે આવી જ રીતે કાર્યવાહી થઈ હતી. જે બાર ધારક લિકરને બહાર લઈ જવા દેતા હતા તેની સામે સ્થાનિક પ્રસાશને કાર્યવાહી કરી હતી. ઉપરાંત ગુજરાતની હદમાંથી જે બારનું લિકર પકડાતું હતું તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હતી. પરિણામે બાર સંચાલકોએ લિકર ટેક અવે કરવા દેવાનું બંધ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.