Abtak Media Google News

દારૂના 1296 ચપલા, વાહન અને મોબાઇલ મળી રૂ.3.25 લાખનો મુદામાલ કબ્જે: સપ્લાયરની શોધખોળ

ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્ર્વર મંદિરના પુલ પાસે વાહનમાંથી 64800 ની કિંમતના 1296 ચપલા સાથે ઉના પંથકના બે શખ્સોની ધરપકડ કરી દારુ, વાહન અને મોબાઇલ મળી રૂ. 3.25 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લો કેન્દ્રીય શાસિત દીવની સરહદે આવેલો હોવાથી દારુબંધીનો કડક અમલ કરવા એસ.પી. મનોહરસિંહ જાડેજાએ આપેલી સુચનાને પગલે ગીર ગઢડા પોલીસ મથકના પી.એસ.આ. જે.આર. ડાંગર સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

ત્યારે જીજે 3ર ટી 6446 નંબરના વાહનમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યાની આવેલી બાતમીના આધારે સ્ટાફે દ્રોણેશ્ર્વર મંદિરના પુલ પાસે ગોઠવેલી વોચ દરમ્યાન પુરપાટ ઝડપે આવતા વાહનને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂ. 64800 ની કિંમતનો 1296 બોટલ દારુ સાથે દ્રોણ ગામના મેહુલ રામ આહિર અને જીકાર ભાણા આહિર ની ધરપકડ કરી વાહન અને દારુ મળી રૂ. 3.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં આ દારુનો જથ્થો ઉનાનો મહેશ ઉર્ફે મુન્નો લાખા રાઠોડ ની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.