Abtak Media Google News
  • ગાંધીનગર-વેરાવળ એક્સપ્રેસ, વેરાવળ-ઇન્દોર, ઓખા-સોમનાથ સહિતની ટ્રેનોના સમયમાં આંશિક બદલાવ

મુસાફરોની સગવડતા અને ટ્રેનોના સમય પાલનમાં સુધારો કરવા માટે, પશ્ર્ચિમ રેલવે 15 મે, 2024થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફારો કરી રહી છે. જેમાં ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન સમય 21:55 કલાકના બદલે 21:45 કલાકે ઉપડીને, સુરેન્દ્રનગર 00.01 કલાકે, થાન 00.30 કલાકે, વાંકાનેર 00.58 કલાકે, રાજકોટ 01.45 કલાકે, ભક્તિનગર 02.10 કલાકે અને વેરાવળ 05.45 કલાકે પહોંચશે.

Advertisement

ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી તેના નિર્ધારિત સમય 10:35 કલાકના બદલે 10:30 કલાકે ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમયમાં કોઈ ફેરબદલ નથી.

વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે ઉપડીને ભક્તિનગર 00.54 કલાકે, રાજકોટ 01.08 કલાકે, વાંકાનેર 01.50 કલાકે, થાન 02.14 કલાકે, સુરેન્દ્રનગર 02.54 કલાકે અને ગાંધીનગર 05:40 કલાકે પહોંચશે.

વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન જૂનાગઢ 23.21 કલાકે અને રાજકોટ 02.10 કલાકે પહોંચશે.

ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટ 00.50 વાગ્યે અને ભક્તિનગર 01.25 વાગ્યે પહોંચશે.

સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં માત્ર ભક્તિનગર અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન 02.11 કલાકે ભક્તિનગર અને 02.40 કલાકે રાજકોટ પહોંચશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.