Abtak Media Google News

હાલ દરેક જગ્યા પર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તેમની અચર દરેક જગ્યા પર જોવા મળી છે, તહેવારોમાં પણ ચૂંટણીનો રંગ લાગ્યો છે.તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપને 95 થી 97 બેઠક મળવાનું સટ્ટા બજારનું અનુમાન છે. આ ઉપરાંત સટ્ટા બજારે કોંગ્રેસને 83 થી 85 સીટ મળવાનું અનુમાન લગાવ્યુ છે.

Advertisement

આગામી ચૂંટણીની હાર જીત પર અબજો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે. માત્ર ભાજપની 97 બેઠક પર જ 250થી વધુનો સટ્ટો લાગ્યો છે.ઉલ્લેખનીય છે કે આગામી ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતે અને પોતાની સરકાર બને તે માંટે વિવિધ પ્રયત્ન હાથ ધર્યા છે ત્યારે સટ્ટા બજારમાં પણ વિવિધ પક્ષને લઇને સટ્ટો લગાડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.