Abtak Media Google News

રાજ્યમાં તસ્કરો બેફામ બનતા જાય છે ગઈ કાલે જ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના ACP B.B. બસિયાના ઘર નજીક તેમના સગા સાથે થયેલ ચિલ ઝડપનો બનાવ બન્યો હતો ત્યારે અરવલ્લીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. જ્યાં વૃદ્ધાની બેંકમાં પૈસા ભરવા આવી હતી ત્યારે તેની થેલીમાંથી ચોરી થઇ હતી.

Advertisement

મળતી માહિતી મુજબ આ ઘટના અરવલ્લીના મોડાસાની છે જ્યાં ડીપ વિસ્તારમાં વૃદ્ધા બેંકમાં પૈસા ભરવા આવી હતી ત્યારે બે મહિલાઓ દ્વારા વૃદ્ધાની થેલીમાંથી પૈસા પડાવી ગયા હતા. મોડાસાના મેઘરજ રોડ પર આવેલ જલધારા સોસાયટીની વૃદ્ધાની થેલીમાંથી 1,00,000 રૂ.ની ચોરી થઈ હતી.

મહિલા બેંક ઓફ બરોડામાં થેલીમાં પૈસા ભરીને બેંકમાં જમા કારાવવા જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. કાપડની થેલીને બ્લેડ મારીને બે મહિલાઓએ 1,00,000 લાખની ચોરી હતી. હાલ બન્ને મહિલા આરોપી ફરાર છે.   વૃદ્ધાએ મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવી છે. ટાઉન પોલીસે બેંક ઓફ બરોડા જઈ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.