પોરબંદરમાં પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો

આ વર્ષ ઉનાળો આકરો રહે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના આરંભે જ સુર્યનારાયણ આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યાં છે. શુક્રવારે પોરબંદર 39 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગરમીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉનાળાના આરંભે અગન વર્ષા થઇ રહી છે. અમરેલીનું તાપમાન 38.8 ડિગ્રી નોંધાયુ હતું. ભાવનગરનું તાપમાન 35.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 25.8 ડિગ્રી, ઓખાનું તાપમાન 26.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 39 ડિગ્રી, રાજકોટનું તાપમાન 38.3 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 38.7 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.2 ડિગ્રી, કેશોદનું તાપમાન 38.1 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 37.3 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 37 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 35.9 ડિગ્રી, વડોદરાનું તાપમાન 36.6 ડિગ્રી, સુરતનું તાપમાન 34 ડિગ્રી, ભુજનું તાપમાન 38.6 ડિગ્રી, નલીયાનું તાપમાન 35 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું 39.1 ડિગ્રી નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.