Abtak Media Google News

રાજ્યમાં રાયોટિંગના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે, પોતાની માંગ સરકાર સ્વીકારે તે માટે અસામાજિક તત્વોના ટોળા એકઠા કરી પ્રદર્શન કરવામાં આવે છે અને જાહેર સ્થળોને નુકસાન કરી લોકોમાં ભય ઊભો કરવામાં આવે છે જેથી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ના ખતરે તે માટે અસામાજિક તત્વો અને તત્કાલીક પહોંચી વળવા માટે રેપીડ એક્શન ફોર્સ (આર.એ.એફ)ની સ્થાપના કરવામાં આવી હતી. આ રેપીડ ફોર્સ દ્વારા આજરોજ રાજકોટમાં પોલીસ હેડ ક્વોટર ગ્રાઉન્ડ ખાતે મોબ ડ્રીલ તથા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આર.એ.એફ એટલે કે રેપિડ ફોર્સની અમદાવાદ થી 100 બટાલીયન 80 રક્ષકોની ટુકડી રાજકોટની મુલાકાતે આવી હતી.જેમાં તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લેવાનો તથા તેનાથી પરિચિત થવાનો હતો.આ મુલાકાતની ભાગરૂપે આજરોજ સવારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે મોબ ડ્રીલ તથા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમાં અલગ અલગ પ્રકારના નોન લીથલ વેપન અને ટીયર ગેસ સેલ તથા ટીયર ગેસને લગતા સાધનોનો એક નમૂનો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અને તે બાબતે લોકોને સમજ આપવામાં આવી હતી. આ પ્રદર્શનમાં પોલીસ કમિશનર,ડીસીપી,એસી.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.