Abtak Media Google News

રૂ. 3.45 કરોડની લોન મંજુર: વ્યાજંકવાદ સામેની ઝુંબેશ ચાલુ રખાશે: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

વ્યાજખોર અંગે 59 ફરિયાદ નોંધી 76 શખ્સોને જેલ હવાલે કર્યા

રાજય સરકાર અને પોલીસ દ્વારા વ્યાજંકવાદ નાબુદ કરવા 5 જાન્યુઆરીથી શરુ કરવામાં આવેલી ઝુંબેશ શરુ કરી તા.31 જાન્યુઆરી દરમિયાન  59 વ્યાજંકવાદ અંગેની ફરિયાદ નોંધી 76 શખ્સોને જેલ હવાલે કર્યા બાદ જરુરીયાતમંદ ફરી વ્યાજની ચુંગાલમાં ન ફસાય તેમ માટે સરકારના ધારા ધોરણ મુજબ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.ં જુદી જુદી બેન્ક દ્વારા અત્યાર સુધીમાં 3.45 કરોડની લોન મંજુર કરવામાં આવી છે. 1282 લોન ઇચ્છુકને આવતી કાલે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સેન્સર લેટર આપવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જણાવ્યું છે.

Img 20230304 141348

વ્યાજના દુષણને ડામી દેવા સરકાર અને પોલીસ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજવામાં આવ્યા હતા. પિડીતોની વ્હારે પોલીસ આવી હતી અને 59 જેટલા વ્યાજ અંગેના ગુના નોંધી 76 શખ્સોને જેલમાં ધકેલી દીધા બાદ લાચાર અને જરુરીયાતમંદ ફરી વ્યાજની ચુંગાલમાં ન ફસાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગ દર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટર ખાતે તા.15 ફેબ્રુઆરીના રોજ લોન મેળવાનું આયોજન કયુઈ હતું. લોન મેળામાં એસબીઆઇ, પંજાબનેશનલ, યુનિયન બેન્ક, સેન્’ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, એચ.ડીએફ.સી. આઇસીઆઇસીઆઇ, ડીસ્ટ્રીક કો. ઓ., આરએમસીના પ્રોઝેકટ ઓફિસર અને જિલ્લા ઉદ્યોગ કેનાદ્રના સહતિની સરકારી, ખાનગી બેન્ક, ફાયનાન્સ કંપની અને સહાકારી ક્ષેત્રની બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા 1500 જેટલા લોન ઇચ્છકો દ્વારા ભાગ લીઘો હતો. બેન્ક અધિકારીઓ દ્વારા 1282 જેટલાની લોન મંજુર કરવામાં આવી છે.

લોન મેળામાં બેન્ક દ્વારા મંજુર કરાયેલા 1282 લાભાર્થીઓને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આવતીકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે સાંજના ચાર વાગે લોન સેન્શર લેટર આપવામાં આવશે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.ં પત્રકાર પરિષદમાં સોરભ તોલંબીયા અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.