Abtak Media Google News

આજે શુન્ય ભેદભાવ દિવસ

 

આજે દરેક વ્યકિત સમાન સ્તરના વિશેષાધિકારનો આનંદ માણી શકતો નથી: કોઇપણને ઇચ્છા મુજબ જીવવાના અધિકારથી વંચિત રાખવું એ કપટ છે: દેખાવ, જાતિ, ભૂગોળ અને માન્યતાને ઘ્યાને લીધા વિના દરેક વ્યકિતને ગૌરવ સાથે જીવવાનો અધિકારી છે.

ભેદભાવનું મૂળ સામાન્ય રીતે ભય કે ખોટી માહીતી અને અજાણ્યા સામેના પ્રતિકારમાં છે: શુન્ય ભેદભાવ દિવસ 2013 થી વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે: વિવિધ લોકો પ્રત્યેના કલંક અને અન્યાયી વર્તનને સમાપ્ત કરવા યુ.એન. વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે.

આજની ર1મી સદીમાં પણ પૃથ્વી પરના તમામ દેશોમાં વિવિધ સ્તરે ભેદભાવની ઘટના બનતી જ રહે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લિંગ, જાતિ, ધર્મ, રંગ, રાષ્ટ્રીયતા, વિકલાંગતા અને વ્યવસાયને ઘ્યાને લીધા વિના માનવ જીવન અને તેને સન્માન અને ગૌરવ સાથે જીવવાની સ્વતંત્રતા ની ઉજવણીના હેતુથી આજે સમગ્ર વિશ્ર્વમાં ‘શુન્ય’ ભેદભાવ દિવસ ઉજવાય છે. એઇડસન જેવા વિવિધ ચેપી રોગોમાં જોવા મળતી અસમાનતા અને ભેદભાવના કલંકને દૂર કરીને ‘ઝીરો’ લાવવાની વાત માટે જન જાગૃતિ ની તાતી જરૂરીયાત છે.

યુ.એન. એઇડસ દ્વારા એઇડસ દિવસે ર013 માં મિશેલ સિડીબેએ શુન્ય ભેદભાવ દિવસની શરુઆત કરી હતી. 2014માં પ્રથમવાર 1લી માર્ચે આ દિવસ ઉજવાયો હતો. 2015માં આમેિનિયમ અમેરિકનોએ કેલિફોર્નિયામાં શુન્ય ભેદભાવ દિવસ ઉપર આર્મેનિયમ નરસંહારના પીડિતાન યાદ કરવા માટે વિરોધ કર્યો. 2017માં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની એડઇસ કંટ્રોલનું જ કાર્ય કરતી યુ.એન. એઇડસ દ્વારા શુન્ય ભેદભાવની આસપાસ અવાજ ઉઠાવવા બોલવા અને ઘ્યેયોને હાંસલ કરવા ઝુંબેશ શરુ કરવા વૈશ્ર્વિક સ્તરે હાકલ કરી હતી. આજે પણ રંગભેદના ભેદભાવ જોવા મળે છે.

એક સર્વેક્ષણ મુજબ બ્લેક અમેરિકનો વિચારે છે કે તેનો રંગ સંભવત: તેમને આગળ વધતા રોકે છે. ભેદભાવ માનવ સર્જીત છે, વૈજ્ઞાનિકો પણ જાતિને જૈવિક સમસ્યાને બદલે માનવ સર્જીત સામાજીક રચના તરીકે ગણના કરે છે. એક સર્વે મુજબ 13 ટકા કરતાં ઓછા શ્ર્વેત વિદ્યાર્થીઓ શાળામાં જાય છે. ત્યાં રંગીન વિઘાર્થીઓની બહુમતિ જોવા મળે છે. રંગભેદને કારણે શાળામાંથી હાંકી કાઢવાની કે સસ્પેન્ડ કરવાની ઘટના પણ બને છે. અયોગ્ય વિશેષાધિકારમાં જોઇએ તો ગોરા અમેરિકનોને રોકવા અને તપાસ કરવામાં પોલીસ પણ ઢીલી નીતિ રાખતાં જોવા મળે છે. ઉપયુકત પાંચ વાત ભેદભાવ કે કલંક ક્ષેત્રની મહત્વની ગણી શકાય છે. આપણાં દેશમાં પણ જેન્ડર બાયસમાં છોકરા-છોકરી પરત્વે હજી પણ ભેદભાવ જોવા મળે છે. આજે પુરૂષ પ્રધાન દેશમાં મહિલાઓ પરત્વે સતત અવગણના અને તમામ ક્ષેત્રે ભેદભાવ જોવા મળી રહ્યો છે.દરેકને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. ભેદભાવને સમાપ્ત કરવા કે ‘શુન્ય’ કરવા વૈશ્ર્વિક એકતાની ચળવળ જરુરી છે. આજના દિવસની શરુઆત એઇડસ પર ઘ્યાન કેન્દ્રીત કરે છે. એચ.આઇ. વી. સાથે જીવતા અને અસરગ્રસ્ત લોકોના માનવ અધિકારોનું હનન ન થાય તે માટે આ દિવસનું મહત્વ વિશેષ છે. વૈશ્ર્વિકસ્તરે જીવનની ગુણવત્તા અને આરોગ્ય સુખાકારી પર અસર કરતાં તમામ પ્રકારનાં ભેદભાવ ને સમાપ્ત કરવા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. ઘણાં દેશોમાં ભેદભાવ સામે કાયદા છે પણ વૈશ્ર્વિક સ્તરે દેક દેશમાં સમસ્યા જોવા મળે છે. શાસનના માર્ગ તરીકે પણ ભેદભાવનો ઉપયોગ કરે છે.આ વર્ષની ઉજવણી થીમ ‘સેવ લાઇફ’ ડિક્રિમીનલાઇઝ છે. મુખ્ય વસ્તીના અપરાધીકરણપને પ્રકાશીત કરે છે. એચ.આઇ.વી. સાથે જીવતાં લોકોના જીવન અને અધિકારોનું હનન થાય છે. સમલૈગિક પુરૂષો, ટ્રાન્સજેડર, સેકસ વર્કર્સ જેવા વિવિધ ક્ષેત્રે ભેદભાવનું કલંક છડે  ચોક જોવા મળી રહ્યું છે. આવા લોકોને લક્ષ્યાંક બનાવતા ફોજદારી કાયદાઓ તેના માનવ અધિકારીનું ઉલ્લંઘન કરે છે. ર025 સુધીમાં 10 ટકા કરતાં ઓછા દેશોમાં શિક્ષાત્મક કાનુની અને નીતી મુજબ વાતાવરણ હશે જે એચ.આઇ.વી. પ્રતિભાવને અસર કરશે. આજે વિશ્ર્વના 134 દેશો સ્પષ્ટ પણે એચ.આઇ.વી. ના સંપર્કમાં આવવા, જાહેર ન કરવા કે ટ્રાન્સમિશનને ગુનાહીત કે અન્ય કાર્યવાહી કરી રહ્યા છે. 1પ3 દેશોમાં સેકસ વર્કના એક-બે પાસાને  ગુનો ગણી રહ્યા છે. 67 દેશોમાં આજે પણ સમલૈગિક જાતીય પ્રવૃતિને ગુનાહિત ગણાવે છે. 48 દેશોમાં હજુ પણ એચ.આઇ.વી. સાથે રહેતા લોકો માટે તેમના પ્રદેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકે છે. જયારે 53 દેશોએ અહેવાલ આપ્યો કે એચ.આઇ.વી. પરિક્ષણ બનાવવાની જરુર છે.

શુન્ય ભેદભાવ દિવસની વૈશ્ર્વિકસ્તરની ઉજવણીનું પ્રતિક એક ‘બટર ફલાય’ છે. યુ.એન. એઇડસ દ્વારા થતી ઉજવણીમાં એચ.આઇ.વી – એ.આઇ.ડી.એસ. સાથે જીવતા લોકો સામે દમનકારી પ્રણાલીઓને તોડી પાડવાના પ્રયાસોમાં મોખરે રહી છે. આપણાં દેશમાં પણ દંડ સંહિતાની કલમ 377 પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. જો કે 2018માં આ કાયદો સુપ્રિમ કોર્ટ દ્વારા રદ કરાયો હતો. તો કૠઇઝઈં ચળવળ માટે આ એક મહત્વ પૂર્ણ વિજય હતો.

 

ભેદભાવ વ્યકિતના વિશ્ર્વાસ, જાતિય અભિગમ, લિંગ, જાતિ કે આવકના સ્તર આધારીત

 

શુન્ય ભેદભાવનો વિચાર જ એક જનજાગૃતિની વાત કરે છે. પક્ષપાતી કાયદાઓ અને નીતિઓ વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરે છે. અસંખ્ય રાષ્ટ્રોમાં અપૂરતી ન્યાય પ્રણાલી અને કાનુની માળખાને કારણ અમુક સમુદાય કે જાુથોને ઐતિહાસિક રીતે મૂળભૂત સેવાઓમાંથી બાકાત રાખવામાં આવે છે. વ્યકિતઓ અને સમુદાયો પર ભેદભાવની નકારાત્મક અસરો વિશે જાગૃતિ લાવવાની જરુરી છે. વિવિધતા માટે આદર અને સમજણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપો. લિંગ કે જાતિ આધારીત ભેદભાવ પૃથ્વી વાસીઓ માટે એક કલંક છે, જેને મિટાવવા સૌનો સહયોગ જરુરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.