તત્વ નેચરોપેથી તથા ક્રેડાઈ વુમન્સ વિંગના સંયુક્ત ઉપક્રમે કોટેચા ચોક પાસે આવેલ તત્વ નેચરોપેથી ક્લિનિકમાં આજરોજ સવારે સ્વાસ્થ્ય કેમ બનાવવું અને તેને કેમ જાળવવું તથા આંતરિક સુંદરતા કેમ તેના પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ ક્રેડાઈ વુમન્સ વિંગના સભ્યો માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્રેડાઈ વુમન્સ વિંગના સભ્યો જોડાયા હતા.ડો.રસીલા પટેલ દ્વારા આ અંગે વુમન્સ વિંગના સભ્યોને માહિતી આપવામાં આવી હતી.

ક્રેડાઈ વુમન્સ રીંગ માટે આજરોજ ખાસ તત્વ નેચરોપેથી અને ક્રેડાઈ વુમન્સ વીંગ દ્વારા શરીરને સ્વસ્થ રાખવા તથા આંતરિક સુંદરતા કઈ રીતે કેળવવી તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પમાં ઉપસ્થિતોને નેચરલ ફૂડ શું છે નેચરલ ફૂડ ખાવાથી શું ફાયદો થાય તથા આપણે આપણે શરીરના આરોગ્યને કઈ પ્રકારે જાળવી શકીએ તથા તેને ટકાવી શકીએ તેના પર તત્વ નેચરોપેથી ના ડોક્ટર રસીલા પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

હાલના યુગમાં લોકોમાં બહારનું ફૂડ આરોગવાનો એક પ્રકારે ટ્રેન્ડ ચાલતો હોય તેમાં આપણે નેચરલ ફૂડ ઘરે જ બનાવવું જોઈએ,બહારનું ફૂડ ખાવાથી શરીરને કેટલા નુકસાન થાય છે તથા કેટલી બીમારીઓનો સામનો કરવો પડે એ બાબતે માહિતી આપવામાં આવી હતી અને ફક્ત સ્વાસ્થ્ય નહીં પરંતુ વાળ અને ત્વચાની પણ જાળવણી કઈ રીતે કરવી તેના પર જ્ઞાન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વીંગના સભ્યો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ક્રેડાઈ વુમન્સ વિંગને આ કાર્યક્રમથી ખૂબ સ્વાસ્થ્ય અંગે સચોટ જાણકારી મળી: પ્રીતિકા સોનવાણી

અબતક સાથેની વાતચીતમાં ક્રેડાઈ વુમન્સ વિંગ ના જોઈન્ટ સેક્રેટરી પ્રીતિકા સોનવાણી જણાવે છે કે, મને એક વિચાર આવ્યો કે આપણે એક સેમિનાર યોજવો જોઈએ જેથી બધા ક્રેડાઈ વુમન્સ વિંગના સભ્યોને માહિતી મળે કે શરીરને સ્વસ્થ કઈ પ્રકારે રાખવું જોઈએ.આ કાર્યક્રમ ખાસ ક્રેડાઈ વુમન વીંગ માટે યોજવામાં આવ્યો છેનજેમાં તમામ સભ્યોનો સાથ મળ્યો છે.આ કાર્યક્રમથી તેમને માહિતી આપવામાં આવી છે કે આપણે નેચરલ ફૂડને વધારે મહત્વ આપવું જોઈએ હાલના સમયમાં જે લોકો બહાર જમવાનું પસંદ કરે છે તેને બદલે નેચરલ ફૂડ ઘરે જ બનાવવું જોઈએ.આ કાર્યક્રમમાં ક્રેડાઈ વુમન્સ વીંગના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

નેચરલ ફૂડ તંદુરસ્તીની ચાવી : ડો.રસીલા પટેલ

અબતક સાથેની વાતચીતમાં તત્વ નેચરોપેથીના ડો.રસીલા પટેલ જણાવે છે કે, ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન,આયુષ મંત્રાલયની સાથે સૌરાષ્ટ્ર કો-ઓર્ડિનેટર તરીકે કાર્યરત છું.લોકોને સ્વસ્થ રહેવું હોય તો એના માટેની પ્રથમ પ્રાથમિકતા છે ખોરાક.જે ફૂડ ઇઝ મેડિસિન પર તત્વ છેલ્લા 35 વર્ષથી કામ કરી રહ્યું છે.ક્રેડાઈ વુમન્સ વીંગ તથા તત્વ નેચરોપેથી સાથે મળીને એક કાર્યક્રમ યોજ્યો છે,જેમાં શરીરને કઈ પ્રકારે સ્વસ્થ રાખી શકાય,સ્વાસ્થ્યને જાળવી શકાય અને આંતરિક સુંદરતા કઈ રીતે લાવવી તેના વિશે માહિતી આપવામાં આવી છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્રેડાઈ વુમન્સ વીંગના સભ્યો જોડાયા છે.

વ્યક્તિને ખરેખર જો એક સ્વસ્થ જીવન જીવવું હોય તો તેમણે નેચરલ ફૂડનું સેવન કરવું જોઈએ, કારણ કે સારો આહાર અને નેચરલ આહાર જ આપણને તંદુરસ્ત બનાવી શકશે.આ બાબતે હું સ્કુલ,કોલેજ વિવિધ સંસ્થાઓમાં નેચરોપેથી કેમ્પનું આયોજન કરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરું છું.ખાસ કરીને બાળકોને પણ એ જાણકારી આપું છું કે આપણે નેચરલ ફૂડ કોને કહી શકીએ તથા તેમને પ્રોટીન બાઉલ ડિઝાઇન કરીને આપીએ છીએ કેલ્શિયમ બાઉલ ડિઝાઇન કરીને આપીએ છીએ કે જેથી તેમને ખ્યાલ આવે કે નેચરલ ફૂડને કઈ પ્રકારે ઓળખવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.