Abtak Media Google News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેમ્પિયન બનીને ધોનીસેનાએ રેકોર્ડ નોંધાવી દીધો છે. ધોનીની કપ્તાની હેઠળ ટીમ ફાઈનલ સુધી પહોંચીને ધમાકેદાર જીત મેળવી હતી. ધોનીને આઈપીએલના પ્રથમ મેચમાં ઈજા થઈ હતી ત્યારે ઈજાને ગણકાર્યા વગર ધોનીએ ટીમને આઈપીએલમાં જીત અપાવી અને આઈપીએલ પૂર્ણ થયા બાદ જ ઘૂંટણની સર્જરી કરાવી હતી.

કહેવાય છે કે ‘કિસી ચીઝ કો અગર સચ્ચે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં જુડ જાતી હૈ’ ત્યારે ધોનીએ પોતાના દર્દને ભુલાવીને અને આઈપીએલ પહેલા પ્રાધાન્યતા આપીને ફાઈનલમાં ધમાકેદાર જીત મેળવી હતી અને ત્યારબાદ આજે ઘૂંટણની સર્જરી કરાવી હતી.

આઈપીએલની પ્રથમ મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમવામાં આવી હતી જેમાં ધોની ઈજાગ્રસ્ત થયો હતો. ગુજરાતની ઈનિંગની 19મી ઓવરમાં ધોનીએ દીપક ચહરના બોલને રોકવા માટે ડાઈવ લગાવી હતી, જે બાદ ધોની વિલાપ કરતો જોવા મળ્યો હતો. તેણે તરત જ તેનો પગ પકડી લીધો. કોઈક રીતે તે ઉભો થયો. ધોની થોડા સમય માટે પરેશાન જોવા મળ્યો હતો. તે પછી તેણે વિકેટ કીપિંગ ચાલુ રાખ્યું.

મેચ બાદ CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજા અંગે અપડેટ આપી હતી. ફ્લેમિંગે કહ્યું કે ટૂર્નામેન્ટ પહેલા ધોનીને ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો હતો. તે પછી ધોની પછીની મેચોમાં ડાબા ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમતા જોવા મળ્યો હતો. આટલું જ નહીં, ઘૂંટણની ઈજાને કારણે તે મોટાભાગની મેચોમાં બેટિંગ કરવા માટે પણ નીચે ઉતર્યો હતો ત્યારબાદ આજે તેણે ઘૂંટણની સર્જરી કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.