Abtak Media Google News

ભારે ઉહાપોહ- સ્થાનિક આગેવાનો કલેક્ટર કચેરીએ રજુઆત માટે દોડી ગયા

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા  શહેરના રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી  રિવરફ્રન્ટ ઉપર દબાણ કરવામાં આવ્યા છે અમુક લોકોએ તો પાકા મકાનો બનાવી નાખ્યા છે તો અમુક લોકોએ ગોડાઉન અને અમુક લોકોએ કોમર્શિયલ કંપનીઓ આ રિવરફ્રન્ટ ઉપર ખોલી નાખી હોય જે બાબતની તંત્રને જાણ થતા આજે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર કુલ 29 જેટલા દબાણકારોને નોટિસો ચાર દિવસ પહેલા આપવામાં આવી હતી અને આજે આ 29 જેટલા પાકા દબાણો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા તથા મામલતદાર ઓફિસની ટીમ તથા ડીવાયએસપી પોલીસ સહિતની ટીમો તથા પીજીવીસીએલ વિભાગની ટીમોની ઉપસ્થિતિમાં તોડી પાડવામાં આવી છે ત્યારે આ દબાણનો દૂર કરવામાં આવતા રિવરફ્રન્ટ ઉપર હોબાળો મચી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ મામલેસ સ્થાનિક આગેવાનો પણ રિવરફ્રન્ટ ખાતે દોડી આવ્યા હતા પરંતુ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ મામલે તંત્ર દ્વારા કોઈનો સાંભળવામાં આપ્યું નથી અને 29 જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર ખાલી પડેલી જગ્યામાં તબેલાઓ ભંગારના ડેલાઓ પાકા મકાનો ગોડાઉન સહિતની વસ્તુઓ બનાવી નાખવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ સાંકડો કરી નાખવામાં આવ્યા હોવાની જાણકારી સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગના થતા મામલો પ્રસાસન વિભાગની ટીમ તાત્કાલિક પડે જાગી ઉઠી છે અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રિવરફ્રન્ટ ખુલ્લો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ત્યારે પ્રથમ દિવસે મામલતદાર ની ટીમ દ્વારા ફક્ત 29 લોકોને નોટિસ આપવામાં આવી હોવાના કારણે 29 જેટલા દબાણો જ પાલિકા અને સ્થાનિક પ્રશાસન વિભાગની ટીમ હટાવી શકે છે આ મુદ્દે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જોકે આ તમામ લોકો કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ અને મકાનો ખાલી કરવા અને ગોડાઉન ખાલી કરવા માટેનો સમય માંગ્યો છે પરંતુ આ સમય પ્રશાસન વિભાગ એ આપ્યો નથી અને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે આ મુદ્દે ફાયર બ્રિગેડની ટીમો પણ સાથે રાખવામાં આવી છે.

29 પરિવારો બેઘર બન્યાં : રસ્તા પર આશરો લઈ રહેવા લાગ્યા

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર 29 જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને મોટાભાગના મકાનદારો છે તેમને માટે કોઈ રહેવાની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે 29 લોકો આ દબાણ હટાવો ઝુંબેશ માં બે ઘર બન્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર ખાટલા નાખી અને રસ્તામાં રહેવા લાગ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે કારણ કે આ લોકોને પાલિકા દ્વારા પણ હજુ સુધી કોઈ પણ પ્રકારના ઇન્દિરા ગાંધી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવ્યા નથી અથવા કોઈ વૈકલ્પિક રહેવાની સુવિધા કરવામાં આવી નથી જેને લઇને તાત્કાલિક ધોરણે ડીવોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા 29 જેટલા પાકા તોડી પાડવામાં આવતા 29 જેટલા પરિવારો બેકર બન્યા હોય તેવા કિસ્સાઓ સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર સામે આવ્યા છે અને નાના બાળકો અને પોતાના પશુધન સાથે લોકો રસ્તા ઉપર રહેવા લાગ્યા હોય તેવા દ્રશ્યો પણ રિવરફ્રન્ટ ઉપર સર્જાયા છે.

દબાણ હટાવતા સમયે કલ્પાંત સર્જાયો

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે 29 જેટલા દબાણે તોડી પાડવામાં આવ્યા છે જેમાં મોટાભાગના પાકા મકાનો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે મામલતદાર ની ટીમોએ 29 જેટલા લોકોને કાલે સાંજે નોટિસ આપી હતી જેને લઈને આ લોકો પોતાનું ઘર ખાલી પણ નથી કરી શક્યા અને આ લોકોના ઘર સાધન સામગ્રી ઘરમાં પડી હોય તે રીતે તોડી પાડવામાં આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે દબાણ હટાવતા સમયે શહેરના રિવરફ્રન્ટ ઉપર કલ્પાત સર્જાયો છે ત્યારે ખાસ કરીને હાલ બે ઘર બનેલા જે પરિવારો છે તેમને રહેવા માટેની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે આ લોકો રસ્તા ઉપર રહેવા માટે ગરમીમાં મજબૂર બન્યા છે જેમાં નાના બાળકો પણ રસ્તા ઉપર રહેતા નજરે પડી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.