Abtak Media Google News

સમાજમાં ધાક અને ભય ફેલાવવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો: બે સામે ગુનો

વિછીયા તાલુકાના  પીપરડી ગામે  લાયસન્સ વગર હથીયાર સાથે ફોટા પાડી ધાક અને સીન જમાવવા ફોટો સોશ્યલ મીડીયામાં અપલોડ કરનાર  લાયસન્સ ધારક સહિત બંને શખ્સો સામે એસઓજીએ કાર્યવાહી કરી છે.

Advertisement

વધુ વિગત મુજબ  રાજકોટ જિલ્લામાં  લાયસન્સ હોવા છતાં હથીયારો  સાથે ફોટા  સોશ્યલ  મિડીયામાં અપલોડ કરી પ્રજામાં ભય પેદા કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવા એસ.પી.જયપાલસિંંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે એસઓજી સ્ટાફ દ્વારા  પેટ્રોલીંગ  હાથ ધર્યું હતુ.

વિછીયા તાલુકાના  પીપરડી ગામે નિકુલ ઘનશ્યામ  મુળીયા નામનો  શખસ ઈનસ્ટાગ્રામમાં હથીયાર સાથે ફોટો સાથે વિડીયો  અપલોડ  કર્યાનું ધ્યાને આવતા  તેની અટકાયત કરી તેની પૂછપરછ કરતા આ હથીયાર  દિલીપ મગન મુળીયા  નામના શખ્સનું  હોવાનું  ખૂલતા બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.