Abtak Media Google News

ચોટીલા પોલીસે દરોડા પાડી 2200 બોટલ દારૂ અને વાહન મળી રૂ.12.94 લાખનો મુદામાલ કબ્જે

ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્થાનીક પોલીસ દરોડો પાડી રૂ. 7.94 લાખની કિંમતનો રર00 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી વાહન અને દારૂ મળી રૂ. 1ર.94 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ ઝાલાવડ પંથકમાં વિદેશી દારૂ બંધીનો કડક અમલ કરવા નવનિયુકત એસ.પી. પંડયાએ આપેલી સુચનાને પગલે ચોટીલા પોલીસ મથકના પી.આઇ. જે.જે. જાડેજા સહિતના  સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.

નાની મોલડી ગામે રહેતા હરેશભાઇ દાદભાઇ અને પ્રદિપ દિલીપભાઇ સહિત બન્ને શખ્સોએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે હરેશભાઇના મકાનમાં દરોડો પાડી રૂ. 7.94 લાખની કિંમતનો 2220 બોટલ વિદેશી દારુ પકડી પાડી દારુ અને બોલેરો મળી રૂ. 1ર.94 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા હરેશભાઇ અને ઋષિભાઇ સહિત બન્ને શખ્સો નાશી છુટેતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.